ખંભાળિયા ના એસટી ડેપો ખાતે વેકસીનેશન નો ખાસ કેમ્પ યોજાયો

ખંભાળિયા ના એસટી ડેપો ખાતે આજ રોજ વેકસીનેશન નો ખાસ કેમ્પ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રાખી યોજાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહા વેકસીનેશન અભિયાન હેઠળ.આરોગ્ય વિભાગ અલગ અલગ સ્થળો પર વેકસીનેશન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે અને લોકો વધુ ને વધુ કોરોના ની રસી લે તે પ્રકરે આયોજન કરી રહ્યા છે તેવામાં આજ રોજ ખંભાળિયા એસટી ડેપો ખાતે પણ ડેપો મેનેજર અને આરોગ્ય વિભાગ ના અધિકારી દ્વારા સંયુક્ત રીતે ખંભાળિયા એસટી ડેપોના કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના ની રસી લે તેમાટે ખાસ કેમ નું આયોજન કરવામાં વ્યુ હતું જેમાં એસટી ડેપો મેનેજર સહિત મોટી સંખ્યામાં એસટી વિભાગ ના કર્મચારીઓ અને અધિકારીઓ એ કોરોના ની વેકસીન લીધી હતી .
રિપોર્ટ;-મુસ્તાક સોઢા
(ખંભાળીયા)