જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે ડીઆર-ટીબી કમીટીની બેઠક યોજાઇ

દેવભુમિ દ્વારકાને ૨૦૨૫ સુઘીમાં ક્ષય રોગ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી શ્રી તેમજ જિલ્લા ક્ષય અઘિકારી શ્રી ડૉ.આર.બી.સુતારીયાના અઘ્યક્ષ સ્થાને ડીઆર-ટીબી કમીટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં વહેલી તકે ટીબીના દર્દીઓ શોઘાય, તેમને ત્વરિત સારવાર મળે અને દર્દીને નિક્ષય પોષણ યોજનાનો લાભ મળે તથા ગંભિર પ્રકારના ટીબીના દર્દીઓને જરૂર પડીએ લેબોરેટરીની નિ:શુલ્ક તપાસ તેમજ દાખલ કરવાની સુવિઘા આપી શકાય તેવું આયોજન કરવામાં આવેલ. હઠીલા ટીબીના દર્દીઓને દવા થી થતી આડઅસરો અને તેનું નિરાકરણ લાવવા આયોજન કરેલ. આ બેઠકમાં જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયાના સુપ્રિટેન્ડન્ટ શ્રી ડૉ. હરીશ માટાણી, ડૉ.પ્રકાશ ઘારવીયા, ડૉ.એલ.આર.કનારા, ડૉ.કેતન લીંબાચીયા વગેરે હાજર રહેલ હતા.
રિપોર્ટ;-અફસાના સોઢા
(ખંભાળીયા)