હળવદ તાલુકાના મયુરનગર પીએચસી માં ડૉક્ટર ટાઈમ કરતા મોડા આવતા દદીઓમા રોષ ભભુકી ઉઠયો

હળવદ તાલુકાના મયુરનગર પીએચસી માં ડૉક્ટર ટાઈમ કરતા મોડા આવતા દદીઓમા રોષ ભભુકી ઉઠયો
Spread the love

હળવદ તાલુકાના મયુરનગર પીએચસી માં ડૉક્ટર ટાઈમ કરતા મોડા આવતા દદીઓમા રોષ ભભુકી ઉઠયો

સારવાર લેવા આવતા દર્દીઓ રામભરોસે દદીઓ ડોક્ટર પર રોષ વ્યક્ત કરી ને વિડીયો બનાવીયો

હળવદ તાલુકામાં સરકારી બાબુઓ અવારનવાર અનિયમિત આવવાની ફરીયાદો ઉઠતી જ હોય છે ત્યારે હળવદના મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર અવારનવાર ટાઈમ કરતા મોડા આવતા હોવાની ગ્રામજનોએ મૌખિક રજુઆત કરી છે પરંતુ પોતાની ભુલ સ્વીકાર કરવાની બદલે તબીબ લાજવાના બદલે ગાજતા રાયસંગપુર અને મયુરનગરના દર્દીઓ કલાકો સુધી રાહ જોવી પડી હતી ડોક્ટર‌મોડો આવતા દદીઓ મા રોષ ભભુકી ઉઠયો હતો

હળવદના વિવિધ વિભાગોમાં સરકારી કર્મચારીઓ ‌બાબુઓ અવારનવાર અનિયમિત હોવાની ફરિયાદ અરજદાર કરતાં હોય છે જેમાં હળવદના મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ કિરણબેન શામળા અવારનવાર મનમાની ચલાવી ગેરહાજર રહેતા હોવાની મયુરનગર ઉપ સરપંચ વિષ્ણુભાઈ કણઝરીયાને મયુરનગર અને રાયસંગપુરના સારવાર લેવા આવેલા દર્દીઓ રજૂઆત કરી હતી.મયુરનગર ખાતે રાયસંગપુર, ચાડધ્રા, ધનાળા,ધુળકોટ,સુસવાવ, સહિતના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ મહિલા તબીબ પોતાની મનમાની ચલાવી સપ્તાહમાં એક કે બે દિવસ પોતાની ફરજ બજાવે છે જ્યારે સારવાર લેવા આવતા દર્દીઓને ધરમના ધક્કા ખાવા મજબૂર થવુ પડે જ્યારે તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્ર સિહ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મહિલા તબીબ અવારનવાર ગેરહાજર રહેવાની ફરીયાદો દર્દીઓ પાસેથી મળી છે અને આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ટેલીફોનીક રજૂઆત કરી છે અને મહિલા તબીબની જગ્યાએ અન્ય તબીબને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે પ્રજાના ટેક્સના પૈસાથી સરકારી બાબુઓને પગાર ચુકવવામાં આવે છે ત્યારે મહિલા તબીબ કિરણબેન શામળા પોતાની મનમર્જી મુજબનુ વર્તન કરી ગેરહાજર રહેતા હોવાની ફરીયાદો મળતી હોય છે ત્યારે હજારો લોકો સરકારી નોકરી માટે સંઘર્ષ કરતાં હોય ત્યારે જો સરકારી નોકરી કરવામાં રસ નો હોય તો રાજીનામું આપી અન્યને સેવાનો મોકો આપી દેવો જોઈએ જ્યારે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ભાવીન ભટ્ટી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મયુરનગરમા મહિલા તબીબ અનિયમિત હોવાની ફરીયાદ મળી છે અને અગાઉ ટીકર પીએચસી સેન્ટરમા અનિયમિત હોવાથી મયુરનગરમા ફરજ પર રાખ્યાં છે પરંતુ ત્યાં પણ અનિયમિત હોવાની ફરિયાદ ઉઠતા ડોક્ટરે નો પગાર કાપવાના ‌આવશે‌ તેમજ નોટિસ ‌આપવામા આવશે તેમ જણાવ્યું હતું

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210628-WA0212-0.jpg IMG-20210628-WA0211-1.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!