કડીના વિડજ નર્મદા કેનાલ ઉપરથી LCBએ બાઈક સાથે બાઈકચોરને ઝડપી પાડ્યો

રેંજ આઇ.જી અભય ચુડાસમા અને જીલ્લા પોલીસવડા ડો.પાથર્રાજસિંહ ગોહિલનાઅો અે મિલ્કત વિરૃધ્ધના ગુનાઓ અને વાહનચોરીના ગુનાઓ અટકાવવા સુચના કરેલ તેના અનુસંધાને એલ.સી.બી પી.આઈ એ.એમ વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.ડી રાતડા તેમજ એલ.સી.બી પોલીસનો સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસોઅે બાતમીના આધારે કડી વિડજ નર્મદા કેનાલ પરથી ઠાકોર ગણપતભાઈ પુનાજી ઉંમર વર્ષ 28 રહે.વિડજ ને ચોરાયેલ બજાજ વિક્રેતા મોટરસાઇકલ નંબર G.J 1.NW 8638 સાથે પકડી પાડ્યો હતો પકડી પાડ્યો હતો અને પોલીસે આરોપી પાસે બાઈકનાં દસ્તાવેજ તથા કાગળ માંગતા આરોપી પાસે ન હોય પોલીસે તપાસ કરતા આ મોટરસાઇકલની બાઈક નંબર એક્ટિવા નંબર નું હોવાનું જણાવી આવેલ હતું.
પોલીસે આરોપીને પોલીસે આ આરોપીને 41 ડી મુજબ અટકાયત કરીને વધુ તપાસ કરતાં મોટરસાઇકલ પટેલ ઇન્દિરાબેન વિનોદભાઇ રહે.ખેરાડી તાલુકો ભિલોડા હોવાનું જણાવેલ હતું આ બાઈક યુ.એન મહેતા સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી ચોરાયેલા હોવાની ફરિયાદ અમદાવાદ શાહીબાગ ખાતે નોંધાયેલ છે અને એલ.સી.બી પોલીસે વધુ તપાસ માટે આ આરોપીને અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.