રાધનપુરમા ધૂળેટીના દિવસે બની ગોઝારી ઘટના : કેનાલમાં નાહવા ગયેલ યુવકનો પગ લપસી જતા મોત

રાધનપુરમા ધૂળેટીના દિવસે બની ગોઝારી ઘટના : કેનાલમાં નાહવા ગયેલ યુવકનો પગ લપસી જતા મોત
Spread the love

રાધનપુરમા ધૂળેટીના દિવસે બની ગોઝારી ઘટના, કેનાલમાં નાહવા ગયેલ યુવકનો પગ લપસી જતા મોતને ભેટયો ..

મોટા ઠાકોર વાસ ખાતે રહેતા રમેશભાઈ લાલાભાઈ ઠાકોર ઉં.વ 18 નું મોત, પરિવારજનોમા શોકનો માહોલ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ધુળેટીના દિવસે ગોઝારી ઘટના બનવા પકમી હતી.જેમાં રાધનપુરના મોટા ઠાકોર વાસ ખાતે રહેતા ઠાકોર પરિવારના વ્હાલસોયા દીકરાનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ રાધનપુર થી મહેસાણા હાઇવે તરફ જતા નવીન બનેલ શાક માર્કેટ પાસેની કેનાલમાં નાહવા ગયેલા યુવકનું પગ લપસી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાધનપુર ખાતે ધુળેટીના દિવસે ગોઝારી ઘટના બનતા શહેરમાં સનસનાટી મચી હતી. ઠાકોર સમાજના આગેવાન શંકરભાઇના જણાવ્યા મુજબ આ ઘટનામા યુવક રમેશભાઈ લાલાભાઇ ઠાકોર કેનાલમાં નાહવા જતા યુવકનું પગ લપસી જતા મોત નીપજ્યું હોવાની વિગતો જાણવા મળેલ છૅ.
રાધનપુરના મોટા ઠાકોર વાસનો યુવક કેનાલમાં નાહવા જતા સમય કેનાલમાં પગ લપસી જતા ડૂબી જતા મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છૅ.રાધનપુરના ઠાકોર વાસ ખાતે રહેતા રમેશભાઈ લાલાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 18 હોવાનું જાણવા મળ્યું છે.
આજના દિવસે એટલે કે ધુળેટીના પર્વ નિમિત્તે રંગોતોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તેવામા રાધનપુર ખાતે ધુળેટીના દિવસે જ ઠાકોર પરિવારનો વ્હાલછોયો દીકરો મોતને ભેટ્યો છૅ.ત્યારે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!