હારીજ હોમગાર્ડ દળ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી,

હારીજ હોમગાર્ડ દળ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી,
Spread the love

હારીજ હોમગાર્ડ દળ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી,પીઆઇ નીરવ શાહ પોલીસ સ્ટાફ જોડાયા…

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે વૃક્ષ ઉપર પાણીના કુંડ અને જરૂરિયાતમંદ લોકોને ખજૂર, મગફળી અને ધણીની સેવા પૂરી પાડીને ઉજવણી કરી..


પક્ષીઓ અને જરૂરિયાતમંદને મદદ કરી..

પાટણના હારીજ ખાતે હોમગાર્ડ દળ દ્વારા ધૂળેટી પર્વને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌ હોમગાર્ડ દળના જવાનો અને કમાન્ડન્ટ એ પણ એકબીજાને હર્ષોલાસભેર રંગ લગાવીને સૌમાં આત્મીયતાનો સૃહદભાવ પ્રગટે તે રીતે એકબીજાને રંગ લગાવીને ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે વૃક્ષ ઉપર પાણીના કુંડ અને જરૂરિયાતમંદ લોકોને ખજૂર, મગફળી અને ધણીની સેવા પૂરી પાડીને ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર ઠાકોર એ જણાવ્યુ કે રંગોનું સર્જન એ પ્રકૃતિનું વરદાન છે,રંગોના સંગે ઉમંગનો અહેસાસ સ્વાભાવિક જરૂરી છે,આવા ઉલ્લાસના પર્વની સૌ હોમગાર્ડ જવાનોને શુભેચ્છાઓ પાઠવીને સૌ રાષ્ટ્રને સમર્પિત ભાવના થી આગળ વધે અને કાયદો અને વ્યવસ્થાનું સુચારું આયોજન તેમના થકી થાય તેમ જણાવ્યું.આ પ્રસંગે ઇન્ચાર્જ ઓફિસર ધનાભાઈ પરમાર,એન સી ઓ તેમજ હોમગાર્ડ જવાન મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!