સમી : સેવક પરિવારની સાસુ વહુએ માઈ રમાબાઇ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 પ્રાપ્ત કર્યો….

સમી : સેવક પરિવારની સાસુ વહુએ માઈ રમાબાઇ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 પ્રાપ્ત કર્યો….
Spread the love

પાટણના સમીના સેવક પરિવારની સાસુ વહુએ માઈ રમાબાઇ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 પ્રાપ્ત કર્યો….

માઈ રમાબાઇ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 પ્રાપ્ત કરીને પાટણ જીલ્લાના સમીના સેવક પરિવારની સાસુ વહુએ સમગ્ર વઢિયાર વિસ્તારનું ગૌરવ વધાર્યું….

પાટણ જિલ્લામાં સમી તાલુકો જે વઢીયાર પંથકની એક આગવી ઓળખ છે.વઢીયાર પંથકના લોકો વેપાર ધંધા, નોકરી માટે સમગ્ર ભારતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયેલા છે. જેમાંથી વર્ષો પહેલા દિલ્હીના જહાંગીર પૂરી એરિયામાં 25000 ની વસ્તી ધરાવતા વઢિયાર પંથકના લોકો એશિયાની સૌથી મોટી સબ્જી મન્ડી માર્કેટ આદર્શ નગરમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા છે.
આઠમી માર્ચ 2025 ના રોજ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ,15 જનપથ ,નવી દિલ્હી ખાતે વઢિયાર પથકના એપી સેન્ટર સમી ખાતે વસવાટ કરતા જાણીતા સામાજિક આગેવાન મોતીલાલ સેવકનો પરિવાર વસવાટ કરે છે સેવક પરિવારના વહુ અને સાસુને સમાજ માટેની તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સંસ્થા ઉડાન ના ઉપક્રમે માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જહાંગીર પૂરી વિસ્તારમાં વસવાટ કરતા વઢીયાર પંથકના લોકોએ આ બંને સાસુ વહુ ને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરીને સમગ્ર વઢીયાર પંથકનું ગૌરવ વધારવા બદલ સાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું .

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!