કલેકટરશ્રી એ ખેડા જિલ્લાના નાગરિકોના જનકલ્યાણ માટે રણછોડરાયજીને કરી પ્રાર્થના

ડાકોર ફાગણ મહોત્સવ નિમિત્તે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના નાગરિકોના જનકલ્યાણ માટે રણછોડરાયજીને કરી પ્રાર્થના
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પૂજા અર્ચના અને ધજારોહણ કરાયું
કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી શ્રી વિધિ ચૌધરી સવારે ૦૪ કલાકે મંગળા આરતીમાં સહભાગી થયા
જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી શ્રી વિધિ ચૌધરીએ ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ ૨૦૨૫ નિમિત્તે ડાકોર મંદિરમાં સવારે ૦૪:૦૦ કલાકે મંગળા આરતી માં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર ખેડા વાસીઓનાં કલ્યાણ માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે વર્ષો જૂની પરંપરા અનુસાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન કલ્યાણ માટે ધજારોહણ કર્યું હતું
કલેકટરશ્રીએ સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તોને ફાગણી પૂનમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડ રાયજીનું મંદિર હોવું એ સૌભાગ્યની વાત છે. ફાગણ ઉત્સવ દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તકેદારીભરી કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે ફાગણી પૂનમ ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ આવ્યા હતા. જેમની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગની કામગીરી તેમણે બિરદાવી હતી.
આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઇજી શ્રી વિધિ ચૌધરીએ પણ જન સુખાય અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ અવસરે અમદાવાદ રેન્જ આઇજી શ્રી વિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, ડાકોર મંદિરના મેનેજર શ્રી જગદીશ દવે, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300