રાધનપુરમા 18 વર્ષીય યુવકના મોત મામલે પરિવારને સહાય આપવા મામલતદારને રજૂઆત કરાઈ..

રાધનપુરમા 18 વર્ષીય યુવકના મોત મામલે પરિવારને સહાય આપવા મામલતદારને રજૂઆત કરાઈ..
મૃતક યુવક રમેશ ઠાકોર કેનાલમાં પડી જતા મોતને ભેટ્યો હતો,આ મામલે પરિવારને સરકારશ્રીના સહાય ફંડમાંથી સહાય આપવા જિલ્લા મહિલા કોંગ્રેશ પ્રમુખે રજૂઆત કરી..
પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં ગત તા.14 માર્ચ ધૂળેટીના રોજ મહેસાણા હાઇવે પર આવેલ નવીન શાક માર્કેટ પાસે પાણીની કેનાલમા પગ લપસી જતા 18 વર્ષીય યુવક ઠાકોર રમેશભાઈ નું મોત નીપજ્યું હતું. જે ઘટના ને પગલે ઠાકોર પરિવારનો વ્હાલછોયા દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ગરીબ પરિવારને આંગણે ધુળેટી નો દિવસ રંગોતોત્સવને બદલે શોકમય વાતાવરણમાં પ્રસરી જવા પામ્યો હતો.
આજરોજ તા.15માર્ચના રોજ આ ઘટનાને પગલે રાધનપુરમા 18 વર્ષીય યુવકના મોત મામલે પરિવારને સહાય આપવા રાધનપુર તાલુકા સેવા સદન ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોર દ્વારા મૃતક પુત્રના માતાની સાથે મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા.રાધનપુરમા મોટા ઠાકોર વાસમાં રહેતા 18 વર્ષીય યુવક ઠાકોર રમેશભાઈ લાલાભાઇ નું કેનાલમાં પડી જતા મોત નીપજ્યું હતું.જે ગત. તા 14 માર્ચના રોજ રમેશભાઈ ઠાકોરનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાને પગલે ગરીબ પરિવારને સરકારના સહાય ફંડમાંથી સહાય આપવા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેશ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોરએ રાધનપુર મામલતદાર કચેરી પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી.
સરકારના આકસ્મિત મૃત્યુ સહાય યોજનામાંથી પરિવારને મદદ કરવા રજૂઆત :-
સરકારશ્રીના આકસ્મિત મૃત્યુ સહાય યોજનામાંથી રાધનપુરના ઠાકોર પરિવારને નાણાકીય સહાયની મદદ કરવા બાબત રાધનપુર મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.જે રજૂઆત જોઈએ તો પાટણ જીલ્લાના રાધનપુર શહેર ખાતે ગત તારીખ ૧૪-૦૩-૨૦૨૫ના રોજ ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાન સ્વ:રમેશભાઈ લાલજીભાઈનું આકસ્મિત મૃત્યુ થયેલ છે જેમના ઘરમાં અગાઉ પણ આવી જ રીતે આકસ્મિત મૃત્યુ એમના પિતાનું થયેલ હતું, હાલમાં આકસ્મિત રીતે દીકરાને ખોયેલ વિધવા માતા હંસાબેન લાલજીભાઈ નોંધારા બની ગયા છે. ત્યારે આ ગરીબ વિધવા માતાને સરકારના મૃત્યુ સહાયમાંથી રુ.૪,૦૦૦૦૦/-(ચાર લાખ )મળવા પાત્ર હોય આ બાબતે પાટણ જિલ્લા મહિલા પ્રમુખ દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ સાથેજ આ ઘટનાની વાતને સરકાર સુધી પહોંચાડી એક ગરીબ પરિવારને સહાય અપાવવા જયાબેન ઠાકોરે મામલતદારને રજૂઆત કરી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300