ચિંતા સર્જનહાર પર છોડી દોને…

ચિંતા સર્જનહાર પર છોડી દોને…
Spread the love

ઇશ્વરે દરેક જીવને પેટ અાપ્યું હોવા સાથે આ ધરતી પર તેમના પેટનો ખાડો પુરવાની પુરતી વ્યવસ્થા પણ ગોઠવી જ દીધી છે, પછી તે માણસ હોય કે પ્રાણી-પક્ષી. જોકે એ વાત અલગ છે કે પશુ-પક્ષી એક સમયે તેમના એકવારના ટંકનો પેટનો ખાડો પુરવા પુરતું જ ગ્રહણ કરે છે અને બીજા ટંકની ચિંતા સર્જનહાર પર છોડી દે છે અને એટલે જ કદાચ પશુ-પક્ષીઓ એકબીજા સાથે આ મોર અને વાનરની જેમ હળી મળીને પોતાનું ભોજન કરી શકે છે, તેને બાજુવાળો કેટલું ખાઇ જાય છે કે લઇ જાય છે તેની ચિંતા નથી હોતી, તેને તો તેની જરૂરિયાત જેટલું મળી રહે અેટલે બસ. તેને ક્યાં માણસની જેમ સંગ્રહખોર બનવું છે? જ્યારે માનવીની નજર તો પોતાની થાળી કરતાં બાજુવાળાની થાળી પર વધુ નજર રાખે છે અને અેટલે જ કદાચ કવિ સુન્દરમ્ કહેતા હતા કે “હું માનવી માનવ થાઉં તો ઘણું” ~

 

( કાચી કલમનો કારીગર – રાજન ત્રિવેદી )

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!