ઓખા -બેટ માછીમારો દ્વારા પાક જેલ માંથી મુક્તિ મેળવવા પ્રાંત અધિકારી સમક્ષ આવેદનપત્ર પાઠવાયું

દ્વારકા: ઓખા બેટ દ્વારકા ખાતે દરિયાકિનારા પર માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રોજગારી મેળવે છે ઓખા થી પાકિસ્તાન જળસીમા નજીક હોવાથી માછીમારી બોટ પાકિસ્તાન વિસ્તાર માં દરિયો ખેડવા ચાલ્યા જવાથી પાકિસ્તા ની સિક્યુરિટી દ્વારા બોટ સાથે બોટ મા સવાર માછી મારો ને બંધી બનાવી લેતા હોય છે હાલ ૧૨૦૦ જેટલી બોટો તથા તેમાં ૫૮૮ જેટલા માછીમારો પાક જેલમાં કેદ છે વર્ષ ૨૦૧૫ માં ૫૭ બોટ મુક્ત કરવામાં આવી હતી ત્યાર પછી એક પણ બોટ મુક્ત થયેલ ન હોય ૧૪ મી ઓગસ્ટ પાકિસ્તાન માટે અને ૧૫ મી ઓગસ્ટ ભારત માટે મહત્વની ગણાતી હોય ત્યારે બેટ દરિયાખેડુ ફિશિંગ બોટ એસોસીએસન દ્વારા પાક જેલ મા બંધી બનાવેલા માછી મારો ને બોટ સાથે મુક્તિ મેળવવા અંગે દ્વારકા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું
રિપોર્ટ : રાકેશ સામાણી