ડભોઇ નગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય-પાલિકાનું તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ

ડભોઇ નગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય-પાલિકાનું તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ
Spread the love

“ડભોઇ નગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય-પાલિકાનું તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ”

હાલમાં ડભોઇ નગરના ત્રણ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ડભોઇ નગર પાલિકાનું તંત્ર એડે ગયું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. હાલમાં નગરમાં કોલેરાના કેસો મળી આવ્યા છે ત્યારે નગરમાં ઠેક- ઠેકાણે ગંદકી જોવા મળી રહી છે અને નગરપાલિકા શું આ કોલેરાના કેસો વધે તેની રાહ જોઈ રહ્યું છે? હાલમાં ડભોઇ નગરમાં સ્ટેટ બેંક પાસે વેરણીયા વાગામાં, તેમજ હીરા ભાગોળ પાસે,હિરા ભાગોળ પાસે આવેલ દશામાતાના મંદિર પાસે પણ આવીજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં દશામાના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને ભક્તો મંદિરમાં પૂજા અર્ચના માટે આવતા હોય છે ત્યારે વહેતી ગટરગંગાના પાણીમાંથી પસાર થઈને આવવું પડતું હોય છે. જેથી નગરના પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પારાવાર ગંદકી જોવા મળી રહી છે અને આસપાસના રહીશો આ ગંદકીથી પુષ્કળ પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો કે નગરસેવકો આ ગંદકીને જોવા માટે આવતા નથી નગરપાલિકાના અધિકારીઓ માત્ર એ.સી ઓફિસમાં બેસી રહેશે અને નગરવાસીઓ પારાવાર ગંદકી નો સામનો કરી રહ્યા છે .જ્યારે નગરવાસીઓ આ સતાધિસ અધિકારીઓને ફોન કરે છે ત્યારે તેઓ નગરવાસીઓનો ફોન પણ રિસીવ કરતા નથી. આ બાબતે નગરજનોએ પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનને પણ રજૂઆતો કરી હતી. તેમજ કેટલીકવાર આસપાસના રહીશોએ નગરપાલિકામાં આ ગંદકી બાબતે રજૂઆતો પણ કરી છે .પરંતુ નગરપાલિકા તંત્ર આ બાબતને ધ્યાને લેતું નહીં અને આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ ?
નગરપાલિકાના તંત્રને માત્ર પ્રજા પાસે થી માત્ર વેરો ઉઘરાવવામાં જ રસ હોય તેવું સાબિત થઇ રહ્યું છે. પ્રજા વેરો ભરે છે પરંતુ પ્રજાને પૂરતા પ્રમાણમાં નગરપાલિકા તરફથી સગવડો મળતી નથી માટે નગર પાલિકાનું તંત્ર એડે ગયું હોય તેવું સાબિત થઇ રહ્યું છે.

 

રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા

IMG-20210810-WA0008.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!