ચાંદોદ માંડવા સહિત આસપાસ ના ગામ ના 50 જેટલા સાંઈ ભક્તો ચાંદોદ થી શિરડી જવા પ્રસ્થાન કર્યું

યાત્રાધામ ચાંદોદ થી શિરડી પદયાત્રાના સંઘને 24 વર્ષ પૂર્ણ કરી 25 મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ચાંદોદ થી શેરડી પદયાત્રા સંઘ દ્વારા ત્રિ દિવસીય શ્રી સાઈ સત્ ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથા ના વક્તા શ્રી તુષારજી મહારાજ (વલસાડ વાળા) ના સુમધુર કંઠે ગઈકાલે સાંજે પુર્ણાહુતી થઇ હતી કથા પુર્ણાહુતી માં ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ નર્મદા જિલ્લાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ધી બરોડા કો ઓપરેટીવ બેંકના ચેરમેન અતુલભાઇ પટેલ, નર્મદા જિલ્લાના નર્મદા ભક્ત જીતેન્દ્રભાઈ રાઠોડ(બાપુ), વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ ખાસ ઉપસ્થિત રહી આરતી નો લાભ લીધો હતો. ત્યારબાદ સાઈબાબા મંદિરે બાબાની આરતી કર્યા બાદ નગરમાં પાલખી યાત્રા નીકળી હતી આજે બપોરે બે કલાકે ચાંદોદ,માંડવા સહિત આસપાસ ના ગામ ના 50 જેટલા સાંઈ ભક્તો ચાંદોદ થી શીરડી જવા પ્રસ્થાન કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756