ડભોઈ તાલુકા ના તેનતાલાવ ખાતે વિવિધ વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શૈલેષ મહેતા

ડભોઈ વિધાનસભા મત વિસ્તાર માં આવેલ તેનતાલાવ ગામ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા “૪.૪૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું. દર્ભાવતી(ડભોઈ) મતવિસ્તારમાં આવેલ ડભોઈ તાલુકાના તેન તળાવ ગામે નાગરીકોની સુવિધાઓ માટે પ્રાથમિક શાળામાં રૂ. ૨.૦૦ લાખના ખર્ચે મોટરપંપ બોર તથા ગામ માં આવેલ કબ્રસ્તાન માં ૨.૪૦ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ માટે કુલ ૪.૪૦ લાખના વિકાસના કામો ના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષ મહેતા ગત ટર્મ.માં પણ ડભોઈ વિધાનસભા ના ધારાસભ્ય હતા તેઓની વિકાસલક્ષી કાર્યશૈલી ના કારણે જ તેઓને સતત બીજી વખત ડભોઈ વિધાનસભા ની જવાબદારી સોંપવામાં આવી છે.જે પૈકી ડભોઇ વિધાનસભા માં જીત બાદ તરત જ શૈલેષ મહેતા દ્વારા એક્શન મોડ માં વિકાસ ના કામો ની શરૂઆત પોતાના મતવિસ્તાર માં કરી દેવામાં આવી છે.ઉપરાંત ગત ટર્મ માં બાકી રહેલા ઘણા કામો પણ ટુક સમય માં પુરા થશે નું શૈલેષ મહેતા એ જણાવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756