ડભોઇ ના સુંદરકુવા મદ્રસા ખાતે મનસુરી સમાજ નુ વાર્ષિક સંમેલન યોજાયુ

ડભોઇ ના સુંદરકુવા મદ્રસા ખાતે મનસુરી સમાજ નુ વાર્ષિક સંમેલન યોજાયુ
Spread the love

ડભોઇ ના સુંદરકુવા વિસ્તાર મા આવેલ મદ્રસા બિલ્ડીંગ ખાતે મનસુરી પીંજારા વોરા સમાજ નુ વાર્ષિક સંમેલન યોજાયુ હતુ.જેમા મનસુરી સમાજ ટ્રસ્ટ ધ્વારા કરેલ કામો,હીસાબ કિતાબ,આવક,જાવક સહીત આગામી વર્ષ મા કરવામા આવનાર કામો સમાજ ના લોકો સમક્ષ જાહેર કરાઇ હતી.તેમજ સમાજ ના સંગઠણ,શિક્ષણ અને સેવા પર ભાર મુકાયો હતો.સમાજ ની કામગીરી ને તમામ લોકોએ તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લઈ વહીવટદારો ને અભિનંદન પાઠવ્યા હતા.ડભોઇ મનસુરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ નુ વાર્ષિક સમેલન સુંદરકુવા મદ્રસા બિલ્ડીંગ ખાતે યોજાયુ હતુ.કાર્યક્રમ ની શરુઆત મૌલાના સદ્દામહુશેન મનસુરી ધ્વારા કુરાન મજીદ ની તિલાવત અને સમાજ ની લાગણી,એકતા સંગઠણ પર ભાર મુકવાના બયાન સાથે કરાઇ હતી.મુફ્તિ ઇબ્રાહીમ સાહબ ધ્વારા સમાજ ના લોકો ને ઇસ્લામી કુરાન અને હદીશની રોશની સમાજલક્ષી સેવા કાર્યો નુ આગવુ મહત્વ સમજાવ્યુ હતુ.મનસુરી સમાજ ના પ્રમુખ ઇસ્માઇલભાઇ ઉર્ફે સઈદભાઇ અલ્લીભાઇ મનસુરી એ ચાલુ વર્ષે કરેલા સેવા કાર્યો ના કાર્યક્રમો,હીસાબ કિતાબ,બેંક બેલેંસ વહીવટ અને આગળ ના સમય ના કાર્યક્રમો વિશે ખુબજ મહત્વપુર્ણ સમજ આપી હતી.જેને સમાજ ના લોકોએ તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.ઉપપ્રમુખ ઐયુબભાઇ મનસુરી(ગોજાલ) એ સમાજ ની એકતા જરુરી હોવાની વાત પર ભાર મુકી લોકો ને સમજ આપી હતી.જ્યારે મંત્રી હાજી મહમદહનીફ મનસુરી એ સમાજ ના નિયમો નુ પાલન કરવાની સમજ આપી હતી.જ્યારે આભાર વિધી સહમંત્રી એયુબભાઇ મનસુરી એ કરી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221225-WA0036-0.jpg IMG-20221225-WA0037-1.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!