ડેડીયાપાડા ના મામલતદારને ધારાસભ્ય સહિત 16 વ્યક્તિ ઓ ઉપર થયેલી ફરિયાદ ખોટી હોવાનું આવેદન અપાયું

ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે BTPના ધારાસભ્ય સહિત ૧૬ આયોજકો પર થયેલી ફરિયાદ ખોટી હોવાનું આવેદન અપાયું;
૯ ઓગસ્ટ એટલે “વિશ્વ આદિવાસી દિન” આ દિવસ આદિવાસીઓ માટે તહેવાર કરતાં કઈ ઓછો નથી, આદિવાસી સમાજને પોતાના વિશેષ અધિકારો પ્રાપ્ત છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનાઇટેડ નેશન અને દેશમાં અનેક કાયદાઓ અને બંધારણ રક્ષણ પૂરું પડે છે, ઉજવણી અને શોભા યાત્રા શા માટે રોકવામાં આવે છે? અને શા માટે અમને હેરાન કરવામાં આવે છે? અમને અમારા અનુસૂચી વિસ્તારમાં શા માટે દબાવવામાં આવે છે? અમને નથી સમજાતું ચુંટણીઓ સમયે એકઠી થતી ભીડ કેમ નથી દેખાતી?
તારીખ 10 ઓગષ્ટ મંગળવારના રોજ BTTS ના સામાજિક અગ્રણીઓ દ્વારા રાજ્યપાલ શ્રી ને સંબોધીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું.
જેમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસમાં યોજાયેલ જાહેર રેલી દરમ્યાન ૪૦૦ ની જન સંખ્યા ની જગ્યા એ હજારો આદિવાસી ભાઈ બંધુઓ એકત્રિત થતા વહીવટી તંત્ર ની આંખો ફાટી પડી હતી અને ત્વરિત પોલીસ ખાતું હરકતમાં આવી ધારાસભ્ય સહિત ૧૬ જેટલા આગેવાનો પર ફરિયાદ નોંધાતાં સમગ્ર આદિવાસી સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જે બાબતે BTTS ના આગેવાનો દ્વારા તારીખ 10 ઓગષ્ટ ના રોજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર રાજ્યપાલ શ્રીને સંબોધીને આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે તમામ સામાજિક અગ્રણીઓ પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે,
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ડેડીયાપાડા એ કોઈ રાજકીય પાર્ટી નો કાર્યક્રમ ન હતો, પણ સમગ્ર આદિવાસી સમાજનો કાર્યક્રમ હતો.
ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ પાર્ટી રીતે નહિ પણ સમાજની રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. અહીં કોઈ પણ રાજકીય ભાષણ કે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ન હતા. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં 99% આદિવાસી સમાજ વસવાટ કરતો હોય,આ દિવસનું આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ઘણું મહત્વ હોય છે.વાર્ષિક એક વાર પોતાના સમાજ નો તહેવાર હોય,દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક પરંપરા મુજબ ઉજવણી કરવા સ્વયંભૂ લોકો જોડાયા હતા,કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવા છતાં સમાજની એકતા જોઈને ગભરાયેલી સરકારે બીજીવાર આદિવાસી સમાજ ભેગો ન થાય તે માટે પોલીસ પસાસન પર દબાણ લાવી ખોટી ફરીયાદ દાખલ કરાવી હોવાનું BTTS ના અગ્રણીઓએ જણાવ્યું હતું.
રિપોર્ટ- વિશાલ પટેલ, દેડીયાપાડા