રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હડાળા સ્થિત નર્મદા પમ્પિંગ સ્ટેશન, બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
રાજકોટ માં મહાનગરપાલિકાના કમિશનરશ્રી અમિત અરોરાએ મોરબી રોડ પર આવેલા હડાળા સ્થિત નર્મદા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત તેમણે બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી. અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે, હડાળા પમ્પિંગ સ્ટેશનનું સંચાલન “ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. N.C-૩૨ અને ૩૩ (ઢાંકી, દુધરેજ, વાંકાનેર રૂટથી) મારફત દરરોજ ૩૦૦ થી ૩૧૦ M.L.D નર્મદાના નીર હડાળા પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચે છે. જ્યાંથી રાજકોટ માટે બેડી ફિલ્ટર પ્લાન્ટ પર રોજ ૫૮ M.L.D પાણી આપવામાં આવે છે. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા અને સંબંધિત અધિકારીશ્રીઓએ હડાળા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત બાદ બેડી ખાતે સ્થિત ફિલ્ટર પ્લાન્ટ અને ત્યાંથી પછી ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત પણ લીધી હતી, જ્યાં જળ શુદ્ધિકરણની પ્રક્રિયા નિહાળી તે સંબંધી માહિતી પ્રાપ્ત કરી કામગીરીની સમીક્ષા કરી હતી. મ્યુનિ. કમિશનરશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી.સિટી એન્જી.શ્રી એમ.આર.કામલિયા, ડેપ્યુટી એન્જિનિયરોશ્રી વી.એચ.ઉમટ, શ્રી.અશોક પરમાર તથા શ્રી એચ.એન.શેઠ અને પી.એ.(ટેક) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.