રાજકોટ શહેર કેવડાવાડીમાં એડવોકેટના પરિવાર ઉપર ખૂની હુમલો

રાજકોટ ના કેવડાવાડી શેરીનં-૬ માં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકડાયેલા કલ્પેશભાઈ બટુકભાઈ મૈયડ ઉ.૪૦ એ પોલીસ ફરિયાદમાં નીતિન મેવાડા, રાહુલ મેવાડા, મુનો મેવાડા, ચીકુડો મેવાડા, દિપો મેવાડા, બંટી લોહાણા, લાલો અને નીતિન મેવાડાના ૨ ભાઈઓના નામ આપતા કલમ-૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૧૪, હેઠળ ગુન્હો નોંધી ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે પ શખ્સોને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે. કલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહું છું અને મારા ભાઈ મનોજભાઈ સાથે વકીલાતનો વ્યવસાય કરીએ છીએ. ગઈકાલે રાત્રીના ૧ વાગ્યે અમે અમારા ઘર નજીક હતા. ત્યારે બંટી લોહાણા અને તેનો મિત્ર લાલો અમારા ઘર નજીક ગાળો બોલતા હોય અને મોટેથી બૂમ બરાડા પાડતા હોય. જેથી તેઓને ઘર નજીકથી દૂર જવાનું કહ્યું હતું. અને ગાળો બોલવાની ના પાડતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ બંટી તેના સાગરીતો સાથે થોડીવાર બાદ અલગ અલગ બાઇક માં ઘસી આવ્યો હતો. અને તેમાં આવેલો રાહુલ મેવાડા અને ૯ શખ્સો બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. નીતિને આવી મને ધારીયું ઝીંકી દીધું હતું. જેથી મને હાથમાં ટચલી આંગળીમાં ઇજા થઇ હતી. તેમજ મારા પરિવારના દિનેશભાઈ વાલજીભાઈ મૈયડને માથાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો અને મોહિત દિનેશભાઈ મૈયડને ધોકાના ઘા ઝીંકી હાથમાં ફ્રેકચરની ઇજા થઇ હતી. રાહુલે મારા ભાઈ મનોજને લાકડી વડે મારમાર્યો હતો. ત્યારબાદ મારા માતા જીવુંબેન ઉ.૬૫ ને બંટી, લાલો અને નીતિનના ૨ ભાઈઓ એ ધોકા વડે હુમલો કરી પગમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી. આ અંગે ભક્તિનગર પોલીસ મથકના P.S.I આર.એન.હાથલિયા અને પ્રવીણભાઈ સોનારાએ કાગળો કરી કલ્પેશભાઈની ફરિયાદ નોંધી હતી. P.I જે.ડી.ઝાલાની રાહબરીમાં ડી.સ્ટાફે પ આરોપીઓને સકંજામાં લઈ કાયદાનું ભાન કરાવી પૂછપરછ આદરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.