રાજકોટ ના રૂખડીયાપરા ફાટક પાસેથી ગાંજો અને બ્રાઉન પાવડર સાથે મહિલાને પકડી પાડતી S.O.G.

રાજકોટ માં S.O.G P.I આર.વાય.રાવલ સાહેબની રાહબરી હેઠળ P.S.I એમ.એસ.અંસારી, યુવરાજસિંહ રાણા, સીરાજભાઇ ચાનીયા, યોગેન્દ્રસિૃંહ ઝાલા, નાઓની સંયુક્ત હકીકત મળેલી ચોકકસ બાતમીના આધારે મંગળવારે સાંજે રૂખડીયાપરા કોલોની રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી. જેમાં રૂખડીયાપરા નદીના કાંઠે રહેતી ફાતેમાબેન ઇમરાન પઠાણ ઉ.૩૬ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની અટકાયત કરી થેલીની તલાસી લેતા તેમાંથી રૂ.૨૦૦૦ ની કિંમતનો ૨૦૦ ગ્રામ ગાંજો, ૧૧,૨૯ ગ્રામ બ્રાઉન પાવડર અને ૨૦૦ રોકડા મળી આવતા તેની સામે N.D.P.S એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. F.S.L દ્વારા ઘટનાસ્થળે જ મળી આવેલા નશીલા પદાર્થની ચકાસણી કરી હતી. જેમાં ગાંજો હોવાનું પુરવાર થયું હતું. જયારે બ્રાઉન પાવડર કર્યો નશીલો પદાર્થ છે તે નકકી નહી થઇ શકતા તેના નમુના લઇ F.S.L માં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની પુછપરછમાં આરોપી ફાતેમાબેન અને તેનો પતિ ઇમરાન પઠાણ ૨૦૨૦ ના પ્રથમ લોકડાઉન દરમિયાન કોઠારીયા રોડ પરથી હેરોઇનના જથ્થા સાથે પકડાયા હતા. જેમાં ૬ માસ પહેલા ફાતેમાબેન જામીન પર છુટી હતી. જયારે પતિ ઇમરાન હજુ જેલમાં હોય. તેને છોડાવવા ફરી નશીલા પદાર્થનો વેપલો શરૂ કરી દિધો હતો. આ કામગીરી S.O.G P.I આર.વાય.રાવલ, P.S.I એમ.એસ.અંસારી, યુવરાજસિંહ રાણા, સીરાજ ચાનીયા, યોગેન્દ્રસિૃંહ ઝાલા સહીતના સ્ટાફે કરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ