ડભોઇ નગરની વિવિધ મસ્જીદો અને શેરીઓમાં ઈસ્લામિક કાર્યક્રમો યોજી હ. ઇમામ હુસેનની યાદ તાજી કરાઈ

“ડભોઇ નગરની વિવિધ મસ્જીદો અને શેરીઓમાં ઈસ્લામિક કાર્યક્રમો યોજી હ. ઇમામ હુસેનની યાદ તાજી કરાઈ”
ઇસ્લામ ધર્મના સ્થાપક હ.મહંમદ પેગંબર ના દિને ઇસ્લામ ને વેગવંતુ કરવા સારુ અને સબ્ર (ધીરજ) તેમજ હક અને સત્યના કાજે હ. મહંમદ પેગંબર ના નવાસા ત્રણ દિવસથી ભૂખ્યા ને પ્યાસા હ.ઇમામ હુસેન અને છ મહિનાના બાળક સહિત તેમના પરિવારે કરબલાના તપતા રણ મેદાનમાં યઝીદના હજારો ના લશ્કર સાથે હક અને સત્યના કાજે જંગકરી સહિદ થઈ પોતાના અને પરિવાર ના પ્રાણ ની આહુતી (બલિદાન) આપી દુનિયાને સત્ય હક અને સબ્ર ની પરાકાષ્ઠા નું એક સર્વશ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે જે આજે પણ જીવિત છે.
આખી દુનિયામાં મુસ્લિમ બિરાદરો દ્વારા દાયકાઓ પહેલા બનેલ આ દુઃખદ ઘટનાને યાદ રાખી અને યુગો યુગો સુધી યાદ રહે તે માટે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ ના મહિનાના પહેલા દિવસથી દસમા દિવસ સુધી નગરની મસ્જિદો શેરીઓ મહોલ્લાઓમાં કુરાન શરીફ નું પઠન અને તકરીર તેમજ દુરૂદશરીફ નું ઉચ્ચારણ કરી સરબત કોલ્ડ્રિક્સ વગેરે અન્ય ન્યાજ (પ્રસાદ)ની વહેંચણી કરી સત્યના કાજે હઝરત ઇમામ હુસેન અને કરબલામાં પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને યાદ કરાય છે.
એ જ રીતે ડભોઇ નગરના જનતા નગર વિસ્તાર હુસેની ચોક ખાતે પણ મોહરમ ના પહેલા દિવસથી હઝરત મોહમ્મદ પયગંબરના નવાસા ઇમામ હુસેન અને તેમના પરિવાર તેમજ અનુયાયીઓની સહાદત ની યાદ માં દરરોજ જનતાનગર ના મુસ્લિમ યુવક યુવતીઓ નાના બાળકો સહિત વયોવૃદ્ધ બિરાદરો દ્વારા કુરાનનું પઠન તકરીર નાત શરીફ દુરુદ સરિફ નું પઠન તેમજ જિક્રે ઇલાહી કરી ન્યાઝ (પ્રસાદી) તકસિમ નું આયોજન કરી હ. ઇમામ હુસેનની યાદ કરાઇ હતી.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ