યુનોએ જાહેર કરેલા આદિવાસી અધિકારોની ઘોષણાની નકલ રજૂ કરવામાં આવી

- કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મામલતદાર અને જિલ્લા પ્રમુખ જેવા વહીવટી અધિકારીઓ સાથે સારી બેઠક કરી હતી.
- આદિવાસી એકતા પરિષદ નર્મદાએ13 સપ્ટેમ્બર 2021 ના રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકારદિવસ ઉજવ્યો
- વિશ્વના આદિવાસીઓને આ અધિકારો કેવી રીતે આપવામાં આવ્યા છે, તેની ચર્ચા કરવામાં આવી
- યુનોએ જાહેર કરેલા આદિવાસી અધિકારોની ઘોષણાની નકલ રજૂ કરવામાં આવી હતી.
રાજપીપલા,: આદિવાસી એકતા પરિષદ નર્મદાએ 13 સપ્ટેમ્બર 2021 ના દિવસને યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકાર દિવસ ઉજવ્યોહતો. જેમાં આદિવાસી એકતા પરિષદ ગુજરાતના સંયોજક ડો. શાંતિકર વસાવા, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને પાલિકા સદસ્ય ભરત વસાવા સહીત સદસ્યોએ નર્મદા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મામલતદાર અને જિલ્લા પ્રમુખ જેવા વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.યુનોએ જાહેર કરેલા આદિવાસી અધિકારોની ઘોષણાની નકલ સુપરત કરી વિશ્વના આદિવાસીઓને આ અધિકારો કેવી રીતે આપવામાં આવ્યા છે, તેની ચર્ચા કરવામાં આવી હતી.
ડો. શાંતિકર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી એકતા પરિષદ નર્મદાએ 13 સપ્ટેમ્બર 2021 ના રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકાર દિવસ પ્રસંગે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), મામલતદાર અને જિલ્લા પ્રમુખ જેવા વહીવટી અધિકારીઓ સાથે સારી બેઠક કરી હતી.અને દરેકને યુનોએ જાહેર કરેલા આદિવાસી અધિકારોની ઘોષણાની નકલ રજૂ કરવામાં આવી હતી. આ સાથે, યુએન દ્વારા વિશ્વના આદિવાસીઓને આ અધિકારો કેવી રીતે આપવામાં આવ્યા છે, તેની ચર્ચા કરવામાં આવી હતી જેવા કે 9 ઓગસ્ટ 1982 ના રોજ યુનો વર્કિંગ કમિટી દ્વારા વિશ્વના આદિવાસીઓ પર પ્રથમ વખત ચર્ચા કરવામાં આવી હતી.1992 માં, બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પ્રથમ પૃથ્વી સમિટ કાઉન્સિલમાં, વિશ્વનાલગભગ 400 વિચારકો,વૈજ્ઞાનિકો બુદ્ધિજીવીઓના સાથે મળીને નક્કી કર્યું કે જો આ પ્રકૃતિને બચાવવી હોય તો આદિવાસી રિવાજો, સંસ્કૃતિ, જીવન મૂલ્યને બચાવવા પડશે.
1994 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં * 9 ઓગસ્ટ * ને વિશ્વ આદિવાસી દિવસ * તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2002 માં, યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ આદિવાસીઓ માટે એક અલગ સમિતિ બનાવી, જેને યુએન પરમેનન્ટ ફોરમ ફોર ધ ઇન્ડિજિનસ પીપલ નામ આપવામાં આવ્યું.13 સપ્ટેમ્બર 2007 ના રોજ, યુનાઇટેડ નેશન્સ દ્વારા આદિવાસીઓના જીવન મૂલ્યો, સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા માટે આદિવાસીઓના અધિકારો જાહેર કરવામાં આવ્યા હતા. જેને સમગ્ર વિશ્વના આદિવાસીઓ દ્વારા આદિવાસી અધિકાર ઘોષણા દિવસતરીકે ઉજવવામાં આવે છે.એમજણાવ્યું હતું
રિપોર્ટ : :જ્યોતિ જગતાપ, રાજપીપલા
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947