રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદ દરમ્યાન પાણીમાં ફસાયેલા કુલ-૩૩૪ લોકોને રેસ્ક્યુ કરાયા

રાજકોટ માં ગતરાત્રિથી વરસેલા ભારે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ફાયર સ્ટાફે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળેલી ફરિયાદો મુજબ આશરે સવા ત્રણસોથી વધુ લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરેલ હતાં. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કુલ આશરે ૧૧૫૫ જેટલા લોકોનું વિવિધ શાળાઓ અને અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ફૂડ ડીશની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રેસ્ક્યુની કામગીરીની વિગતો આ મુજબ છે. (૧) લલુડી વોંકળી ફાયર સ્ટાફની બે ટીમ દ્વારા ૫૦ માણસોને રેસ્ક્યુ કરાયા. (૨) એનિમલ હોસ્ટેલ પાસે પાણીમાં ફસાયેલા ૫ વ્યક્તિનું રેસ્ક્યુ. (૩) મવડી સ્મશાન પાસે પાણીમાં ફસાયેલા ૫૦ માણસોને સલામત સ્થળે ખસેડ્યા. (૪) રૈયા ગામ પાસે પ માણસોને રેસ્ક્યુ કરાયા. (૫) શાપર વેરાવળ પાસે ગાડીમાં ફસાયેલા પ માણસોને રેસ્ક્યુ કરાયા. (૬) કાલાવડ રોડ પર સાપરા ગામ પાસે એક ગાડી પાણીમાં તણાઈ જવાના ખબર મળતા ફાયર સ્ટાફે એક વ્યક્તિને બચાવેલ અને બે થી ત્રણ માણસો અને ગાડીની શોધખોળ ચાલુ કરી છે. (૭) જંગલેશ્વરમાં પાણી ભરાતા ૩૦ માણસોને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડેલ છે. (૮) પરસાણાનગર પાસે પાણીમાં ફસાયેલા ૧૦ માણસોને ફાયર સ્ટાફે બહાર કાઢી સલામત સ્થળે ખસેડેલ છે. (૯) કેવડાવાડી વિસ્તાર પાસે પાણીમાં ફસાયેલા ૨૦ માણસોને સહી સલામત બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા. (૧૦) ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અમીન માર્ગના છે ડે એક ગાડીમાં ફસાયેલા ૪ માણસોને સહી સલામત બહાર કાઢેલ છે. (૧૧) એસ.ટી.વર્કશોપ પાસે પાણીમાં ફસાયેલા ૧૦ માણસોને ફાયર સ્ટાફે રેસ્ક્યુ કરેલ છે. (૧૨) પેડક રોડ પર રાધે સ્મૃતિ સોસાયટીમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર સ્ટાફે સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે. (૧૩) જામનગર રોડ પર ગાયત્રીનગર-૨ માં પાણીમાં ફસાયેલા બે વ્યક્તિને સલામતરીતે રેસ્ક્યુ કર્યા. (૧૪) એકતા કોલોની શેરે નંબર ૧ અને ૨ માં પાણીમાં ફસાયેલા ૧૦ લોકોને ફાયર સ્ટાફે બચાવેલ છે. (૧૫) મણીનગરમાં નાલંદાનગર પાસે પાણીમાં એક ગાડીમાં બે થી પાંચ માણસો ફસાયેલ હોવાની માહિતી મળતા ફાયર સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો અને તેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. (૧૬) મવડી ચોકડી પાસે રાધિકા હોટલ આગળ કૃષ્ણ પાર્ક શેરીનં-૧૧ માં ફસાયેલ માણસને બહાર કાઢવામાં આવેલ. (૧૭) ગોંડલ રોડ પર એક વ્યક્તિ નાલામાં ફસાયાનો કોલ મળ્યા બાદ ફાયર સ્ટાફે વોંકળા વચ્ચે દિવાલ પાસે ફસાયેલ વ્યક્તિને સલામત રીતે બહાર કાઢેલ છે. (૧૮) એસ.ટી.વર્કશોપ પાસે નાલામાં એક ફોરવ્હીલ વાહન ફસાયાની જાણ થતા ફાયર સ્ટાફે ત્યાં ધસી ગયો હતો. (૧૯) કોઠારિયા રોડ હુડકો ચોકડીથી આગળ રામનગરમાં પાણીમાં ફસાયેલ ૧૦ માણસોને ફાયર સ્ટાફે રેસ્ક્યુ કરેલ છે. (૨૦) ગાયત્રીનગર ૧૨-બ, જીવરાજ હોસ્ટેલની સામે એક મકાનમાં એક વૃધ્ધા પાણીમાં ફસાયાની જાણ થતા ફાયર સ્ટાફે તેમને સલામતરીતે બહાર કાઢેલ છે. (૨૧) કોઠારિયા રોડ પર રાધાકૃષ્ણનગર-૧૮ અને ગોવિંદનગરના છે ડે નીચાણવાળાં વિસ્તારમાં પાણીમાં પાણી ભરાતા આશરે ૧૫ થી ૧૭ લોકોનું લોહાણા વાડીમાં સ્થળાંતર કરેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947