ખેડબ્રહ્મા:વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ની તાલિમ શિબિર યોજાશે

ખેડબ્રહ્મા:વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ની તાલિમ શિબિર યોજાશે
Spread the love

ખેડબ્રહ્મા:વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ની તાલિમ શિબિર યોજાશે.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તા. ૦૪ થી ૦૭ ઓક્ટોબર ૨૦૨૧ના દિવસો દરમિયાન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ શિબિરમાં જેમની અરજીઓ આવશે તેમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરી આ શિબિરમાં જોડવા માટેનો લેટર આપવામાં આવશે. જેથી આપની શાળા/કોલેજના યુવક યુવતીઓને આ તાલીમ શિબિરથી વાકેફ કરી આ સાથેના અરજી ફોર્મમાં વિગતવાર અરજી કરાવી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે અરજી મળે તે રીતના મોકલી આપવા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!