મિતગ્રુપ રાજપીપલા દ્વારાઅનોખું ગણેશ વિસર્જન

મિતગ્રુપ રાજપીપલા દ્વારાઅનોખું ગણેશ વિસર્જન
Spread the love

મિતગ્રુપ રાજપીપલા દ્વારાઅનોખું ગણેશ વિસર્જન

મિતગ્રુપ રાજપીપલા દ્વારા પવિત્ર નર્મદા નદી માં લગભગ 450 જેટલી નાની મોટી મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું

કરજણ નદીનુ પાણી ચોખ્ખુ ન હોવાથી પવિત્ર ગણેશજી ની મૂર્તિ નું ચાણોદ ખાતે નર્મદા નદીમા વિસર્જન કરાયું

450 જેટલી મૂર્તિ ઓ આવી અને પવિત્ર નદી માં ચાણોદ મિતગ્રુપ ના સપોર્ટ થી નાવડી માં વચ્ચે લઈ જઈ વિસર્જિત કરી
રાજપીપલા : ગણેશ વિસર્જન લોકો નદીમાં કરી દેતા હોય છે. નદીમાં ઓછું પાણી કે ગંદુ પાણી હોય તો પણ. પણ રાજપીપલા ની સેવાભાવી ગ્રુપ મિત ગ્રુપ ના યુવાનોએ આનો વિચાર કરી રાજપીપલા અને આજુબાજુ ના ગામોના 450ગણેશ મૂર્તિઓ રાજપીપલા કરજણ મા પાણી ચોખ્ખું ન હોવાથી પરીઆવરણ નો વિચાર કરી રાજપીપલા ની કરજણ નદીને પ્રદુષિત થતી બચવવા કરજણ મા વિસર્જન ન કરતા ચાણોદ જઈને નર્મદા મા નાવડી દ્વારા 450 ગણેશ મૂર્તિઓ નું અનોખી રીતે વિસર્જન કર્યું હતું

જેમાં ગણપતિ વિસર્જન ને દિવસે રાજપીપલા તથા ચાણોદ મિતગ્રુપ દ્વારા પવિત્ર નર્મદા નદી માં લગભગ 450 જેટલી નાની મોટી મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું. કરજણ નદી નુ પાણી ચોખ્ખુ ન હોવાથી પવિત્ર ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન નર્મદા નદી મા થાય તેમ વિચારી રાજપીપલા મિતગ્રુપ પ્રમુખ જીગ્નેશ ભાઈ વસાવાએ લોકો ની આસ્થા ને ધ્યાન મા લઈ પવિત્ર માં નર્મદા નદી માં વિસર્જન કરવાનું વિચાર્યું.જેમાં ભક્તોને પણ ઉત્સાહ આવ્યો અને રાજપીપલા નગરી થી ઠેર ઠેર થી નાની મોટી થઈ 450 જેટલી મૂર્તિ ઓ આવી.અને પવિત્ર નદી માં ચાણોદ મિતગ્રુપ ના સપોર્ટ થી નાવડી માં વચ્ચે લઈ જઈ વિસર્જિત કરી ગણપતિ બાપ્પા ના અને માં નર્મદા ને પ્રાર્થના કરી સૌ નું દુઃખ હરજો આવતા વર્ષે જલ્દી આવજો ..

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!