બાબરા તાલુકા શિક્ષક સંઘ દ્વારા જૂની પેંશન યોજના શરૂ કરવા ધારાસભ્ય ને આવેદનપત્ર આપ્યું

બાબરા તાલુકા શિક્ષક સંઘ દ્વારા નવી પેંશન યોજના બંધ કરી જૂની પેંશન યોજના શરૂ કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી
ધારાસભ્ય ઠુંમર દ્વારા શિક્ષકોના પ્રશ્ન નો ત્વરિત ઉકેલ લાવવા રાજ્યના નવનિયુક્ત શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીને પત્ર પાઠવી રજુઆત કરા
સમગ્ર રાજ્યમાં શિક્ષકો દ્વારા જૂની પેંશન યોજના શરૂ કરવાની માંગ કરી રહ્યા છે કારણ કે ૨૦૦૫ પછી અમલમાં આવેલ નવી પેંશન યોજનામાં મળતા આર્થિક લાભમાં નિવૃત થતા શિક્ષકોને ભારે અન્યાય થઈ રહ્યો છે કારણ નજીવા પેંશન થી શિક્ષકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બની રહ્યું
ત્યારે બાબરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને પ્રાથમિક શાળાના ૨૦૦૫ પછી જોડાયેલા શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ અને હક મળે તે માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ત્વરિત શાળાના શિક્ષકોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા નવી પેંશન યોજના બંધ કરી જૂની પેંશન યોજના શરૂ કરી રાજ્યના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ આપવો જોઈએ તેવી માંગ સાથે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર પાઠવી યોગ્ય રજુઆત કરેલ છે