સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે આજે ૨૮ સપ્ટેમ્બરના ૨૫ વાહનોની જાહેર હરાજી થશે

સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે આજે ૨૮ સપ્ટેમ્બરના ૨૫ વાહનોની જાહેર હરાજી થશે
આજે તા. ૨૮ સપ્ટેમ્બરના ૧૨ કલાકે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરાયેલા ૧૬ વાહનો અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરવામાં આવેલા ૯ વાહનો એમ કુલ ૨૫ વાહનોની હરાજી આજે તા. ૨૮ સપ્ટેમ્બરના બપોરે ૧૨ કલાકે રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વાહનો મોટર વેહિકલ એક્ટની કલમ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવ્યા છે. હરાજીમાં રસ ધરાવતા વ્યક્તિઓ હરાજી સમયે હાજર રહી માંગણી કરી શકશે. હરાજીની શરતો રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી