અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજ્યંતિ નિમિતે ફ્રીડમ રન યોજાઈ

અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજ્યંતિ નિમિતે ફ્રીડમ રન યોજાઈ
અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજીત તથા કેસરી યુવા મંડળ અમરેલી દ્વારા સંચાલીત્ત પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતી નિમિતે મેગા ફીટ ઇન્ડિયા ફ્રીડમ દોડ સીનીયર સિટીજનપાર્કથી કોલેજસર્કલ સુધી મેગા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રો.જે.એન.તળાવીયાનું પુષ્પગુચ્છ થી પ્રવીણ જેઠવા ઓફીસ આસીસ્ટન સ્વાગત કરવામાં આવેલ બાદ કું.એકાંકી અગ્રવાલ જીલ્લા યુવા અધિકારી નહેરુ યુવા કેન્દ્ર અમરેલી નું પુષ્પગુચ્છથી સ્વાગત જલ્પા કણબી ફિલ્ડ ઓફીસર તથા મમતાવાળા એક્ષ NYV દ્વારા કરવામાં આવેલ “ફીટઇન્ડિયા ફ્રીડમદોડ”ને સીનીયર સિટીજન પાર્કથી પ્રો.તળાવીયા સાહેબ, કું એકાંકી અગ્રવાલ DYO એ લીલીજંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ આ દોડ કોલેજ સર્કલ ક્રાંતિવીર શહીદો પુષ્પમાળા અર્પણ કરી બાદમાં કેસરી યુવા મંડળનાં પ્રમુખશ્રી કિરણભાઈ કોટીલાએ યુવાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનવવા શિવમ ગોસાઈ,સાગર ગોહિલ,જલ્પા કણબી ફિલ્ડઓફીસર તથા આશિષ જાદવ PTS એ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી