જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ જોબ પોર્ટલનો લાભ લેવા અનુરોધ

જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ જોબ પોર્ટલનો લાભ લેવા અનુરોધ
જૂનાગઢ, : રાજય સરકાર દ્વારા અનુબંધમ જોબ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે.આ પોર્ટલના માધ્યમ થી રોજગાર ઇચ્છુક ઉમેદવારો તથા નોકરીદાતાને જોડાવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ મળે છે.
ઉપરોક્ત પોર્ટલની મદદ વડે ઉમેદવારોને રોજગારીની તકો મેળવી શકશે. તથા નોકરીદાતાઓ અને કુશળ માનવબળ મેળવવામાં મદદ મળી શકશે. પોર્ટલ પર રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રજીસ્ટ્રેશન કરવા જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો.રજીસ્ટ્રેશન લીંક:- https://anubandham.gujarat.gov.in/account/signup