સરકારશ્રીની વિવિધ યોજનાઓનની માહિતી, ફોર્મ વિના મૂલ્યે ભરી અપાશે

સરકારશ્રીની વિવિધ યોજનાઓનની માહિતી, ફોર્મ વિના મૂલ્યે ભરી અપાશે
માણાવદર, વંથલી, મેંદરડાના નાગરિકોએ લાભ લેવા ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડાનો અનુરોધ
સરકારશ્રીની યોજના થી કોઈ વંચિત ન રહે માટે લોકસેવા કાર્યાલય શરૂ કરાયા
જૂનાગઢ : લોકોના કલ્યાણ અર્થે રાજય સરકારશ્રી દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ વિવિધ યોજનાની માહિતી, ઓફલાઇન અને ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માટે લોકસેવા કાર્યાલય શરૂ કરેલ છે.ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડા દ્રારા જન જન સુધી યોજનાઓની માહિતી,સહાય મળી રહે એ માટે માણાવદર,વંથલી અને મેંદરડા ખાતે લોકસેવા કાર્યાલય શરૂ કરાયા છે.
ધારાસભ્યશ્રી દ્વારા કાર્યરત આ લોકસેવા કાર્યાલય પર વિવિધ યોજનાના લાભ તથા જુદા જુદા ફોર્મ, દાખલાઓની ઓનલાઇન અરજીઓ અંગેનું માર્ગદર્શન આપવા સાથે જનહિતની સરકારી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવશે. સરકારશ્રી દ્વારા કાર્યરત યોજનાઓ જેવી કે, શિક્ષણ સંબંધિત વિદેશ અભ્યાસ લોન, મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના, ધો.૧૧-૧૨ સાયન્સ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃતિ, ખેતી સંબંધિત કિસાન ક્રેડીટ કાર્ડ, ટ્રેક્ટર સહાય, તાડપત્રી સહાય યોજના, ખેતીના અન્ય ઓજાર/સાધનમાટે સહાય, રોજગાર અને તાલીમ સંબંધિત યોજના જેવી કે, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, મહિલા અને બાળકલ્યાણ સંબંધિત યોજના, જેવી કે, વ્હાલી દિકરી યોજના, વિધવા સહાય/ગંગા સ્વરૂપ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના, પશુપાલન સંબંધિત યોજના, આરોગ્ય અંગે મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ, આવાસ સંબંધિત આવતી સબસીડી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના અંગે માર્ગદર્શન, ફોર્મ ભરવા સહિતની કામગીરી યોજાશે.
માણાવદરમાં લોક સેવા કાર્યાલય ૧૧-૧૨, ગ્રાઉન્ડ ફ્લોર, માધવ આર્કેડ, પોસ્ટ ઓફિસ રોડ ખાતે. વંથલી લોકસેવા કાર્યાલય, બસ સ્ટેન્ડ સામે, મેંદરડા લોકસેવા કાર્યાલય પાદરચોક, લાયબ્રેરી પાછળ કાર્યરત કરાયું છે. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી જયંતિ નિમિત્તે ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડા દ્રવારા નવી પહેલ કરી લોક સેવા કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે.