રાજકોટ ના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ વર્ષ દશેરાએ રાવણ દહન થશે

રાજકોટ ના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ વર્ષ દશેરાએ રાવણ દહન થશે
Spread the love

રાજકોટ ના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ વર્ષ દશેરાએ રાવણ દહન થશે.

રાજકોટ માં કોરોનાની ગાઈડલાઈન સાથે શેરી ગરબા યોજવા માટે મંજૂરી ચોક્કસ મળી છે. ગત વર્ષે દશેરાના તહેવારમાં પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજી શકાયો ન હતો. દરમિયાન આ વર્ષે વિશ્ર્વ હિન્દુ પરિષદને કોર્પોરેશન દ્વારા રાવણ દહન માટે રેસકોર્સનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી ૧૫મી ઓકટોબરના રોજ સાંજે ૮ કલાકે રેસકોર્સમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. વિશ્ર્વ હિન્દુ પરિષદના રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, રાવણ દહન માટે કોર્પોરેશન પાસે ૨ દિવસ રેસકોર્સ ગ્રાઉન્ડની માંગણી વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી અને જેને મંજૂરી આપવામાં આવી છે. હાલ રાધેશ્યામ ગૌશાળા ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ૧૫મી ઓકટોબર એટલે કે દશેરાના દિવસે એટલે કે, ૧૫મી ઓકટોબરે સાંજે ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સરકાર દ્વારા આપવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!