ગુજરાતમાં સનાતન સંસ્થા વતી ‘જ્ઞાનશક્તિ પ્રસાર અભિયાન’નો આરંભ

ગુજરાતમાં સનાતન સંસ્થા વતી ‘જ્ઞાનશક્તિ પ્રસાર અભિયાન’નો આરંભ; સર્વાંગસ્પર્શી ગ્રંથસંપદાનો લાભ લેવા માટે સંસ્થાનું આવાહન !
સનાતન સંસ્થાએ અધ્યાત્મશાસ્ત્ર, સાત્ત્વિક ધર્માચરણ, નિત્ય આચરણ સાથે સંબંધિત કૃતિ, ભારતીય સંસ્કૃતિ ઇત્યાદિ અનેક વિષયો પર અનમોલ અને સર્વાંગસ્પર્શી ગ્રંથ પ્રકાશિત કર્યા છે. સનાતનના ગ્રંથોમાંનું દિવ્ય જ્ઞાન સમાજ સુધી પહોંચવા માટે સંસ્થા વતી સમગ્ર ભારતમાં ‘જ્ઞાનશક્તિ પ્રસાર અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ ગ્રંથ સમાજમાંના પ્રત્યેક જિજ્ઞાસુ, મુમુક્ષૂ, સાધક ઇત્યાદિ સુધી પહોંચીને પ્રત્યેકના જીવનનું સાર્થક થાય, એ માટે આ ‘જ્ઞાનશક્તિ પ્રસાર અભિયાન’નો આરંભ કરવામાં આવ્યો છે. વધારેમાં વધારે લોકોએ આ ગ્રંથોનો લાભ લેવો, એવું આવાહન સનાતન સંસ્થાના ગુજરાતના શ્રી. સુહાસ ગરુડ એ કર્યું છે.
શ્રી. સુહાસ ગરુડ એ કહ્યું કે, સનાતનની અનમોલ ગ્રંથસંપદામાં ‘બાળસંસ્કાર’ ગ્રંથમાલિકામાં ‘સુસંસ્કાર અને સારી ટેવો’, ‘અભ્યાસ કેવી રીતે કરવો’ ઇત્યાદિ ગ્રંથ, ‘ધર્મશાસ્ત્ર એમ શા માટે કહે છે ?’ આ ગ્રંથ માલિકામાં ‘તહેવાર ઊજવવાની યોગ્ય પદ્ધતિ અને શાસ્ત્ર’, ‘સાત્ત્વિક રંગોળી’, ‘અલંકારશાસ્ત્ર’ ઇત્યાદિ ગ્રંથ; ‘આચારધર્મ’ ગ્રંથમાલિકા અંતર્ગત દિનચર્યા, સાત્ત્વિક આહાર, પહેરવેશ, કેશભૂષા, નિદ્રા ઇત્યાદિ વિશેના ગ્રંથ; ‘દેવતાની ઉપાસના’ ગ્રંથમાલિકા અંતર્ગત દેવતાઓની વિશિષ્ટતાઓ વિશદ કરનારા ‘શ્રી ગણેશ’, ‘શિવ’, ‘શ્રીરામ’, ‘શ્રીકૃષ્ણ’, ‘શ્રીદત્ત’, ‘મારુતિ’ ઇત્યાદિ ગ્રંથ; આયુર્વેદ વિશે ગ્રંથમાલિકા; આ સાથે જ ‘ધાર્મિક અને સામાજિક કૃતિઓ વિશેના ગ્રંથ; ‘પ્રથમોપચાર’, ‘સ્વસંરક્ષણ પ્રશિક્ષણ’, ‘ઘરમાં ઔષધી વનસ્પતિઓનું વાવેતર કેવી રીતે કરવું’, ‘પૂર-ભૂકંપ ઇત્યાદિ નૈસર્ગિક આપત્તિ સમયે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું’ ઇત્યાદિ અનેક વિષયો પર 347 ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ગ્રંથ ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી, ક્ન્નડ, તામિલ, મલ્યાલમ, બંગાલી ઇત્યાદિ 17 ભાષાઓમાં ઉપલબ્ધ છે. સદર ગ્રંથોની હજી સુધી 82 લાખ 48 હજાર પ્રતિઓ પ્રકાશિત કરવામાં આવી છે. આ ગ્રંથ કેવળ સાધકો અથવા શ્રદ્ધાળુઓ માટે જ નહીં, જ્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગૃહિણીઓ, ધારાશાસ્ત્રીઓ, ડૉક્ટર, પત્રકારો, પ્રશાસકીય અધિકારીઓ, કર્મચારીઓ, ઉદ્યોજકો, રાષ્ટ્રપ્રેમીઓ ઇત્યાદિ સર્વ ક્ષેત્રોમાંના જિજ્ઞાસુઓ માટે ઉપયુક્ત છે.
આ અભિયાન નિમિત્તે સમગ્ર દેશમાં ગ્રંથપ્રદર્શનો, સંપર્ક અભિયાન, ગ્રંથોનું મહત્ત્વ વિશદ કરનારા હસ્તપત્રકો, ડિજિટલ પુસ્તિકા, વૃત્તવાહિનીઓ પર વિશેષ કાર્યક્રમ, ‘સોશીયલ મીડિયા’ દ્વારા વ્યાપક પ્રસાર ઇત્યાદિ અનેક માધ્યમો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનના સંદર્ભમાં સંતોના આશીર્વાદ, માન્યવરોની સદિચ્છા મુલાકાતો લેવામાં આવી રહી છે. સનાતન નિર્મિત સદર નિત્ય ઉપયોગી ગ્રંથો પ્રત્યેક સમાજઘટક માટે, તેમજ આબાલવૃદ્ધો માટે ઉપયુક્ત છે. આ ગ્રંથ પોતે વેચાતા લો; વિવિધ મંગળ પ્રસંગોમાં આ ગ્રંથો ભેટ તરીકે આપો; મિત્રો, સ્નેહીઓ, સગાંસંબંધીઓ ઇત્યાદિને પણ આ ગ્રંથો વિશે જાણકારી આપો; શાળા-મહાવિદ્યાલયો, ગ્રંથાલયો ઇત્યાદિ ઠેકાણે પ્રાયોજિત કરો, એવું આવાહન સનાતન સંસ્થા વતી કરવામાં આવ્યું છે. આ ગ્રંથ ‘ઑનલાઈન’ વેચાતા લેવા માટે SanatanShop.com આ સંકેતસ્થળની મુલાકાત લો અથવા SanatanShop આ ઍપ ડાઊનલોડ કરો, તેમજ વધુ જાણકારી માટે 9726644385 આ ક્રમાંક પર સંપર્ક કરો, એવું પણ શ્રી. સુહાસ ગરુડ એ જણાવ્યું છે.
આપનો નમ્ર,
s/d
શ્રી. સુહાસ ગરુડ
સનાતન સંસ્થા વતી, ગુજરાત, (સંપર્ક ક્રમાંક : 9726644385 )