દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકુલમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકુલમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Spread the love

દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકુલમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે હિન્દુઓનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ અને આ ભવ્ય તહેવારની ઉજવણી દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ, શ્રી તપસ્વી એસ.આઇ. કોલેજ તથા શ્રી તપસ્વી વિદ્યાલય ના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ સાથે મળી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મા જગદંબાની આરતીથી કરવામાં આવી હતી. આ પ્રસંગમાં સંસ્થાના પ્રમુખ શ્રી ડાહ્યાભાઇ પટેલ, કોલેજ ના આચાર્યશ્રી ડૉ.શંકરભાઈ પટેલ, હાઇસ્કૂલના આચાર્ય હેતલબેન ઠક્કર અને સર્વે સ્ટાફગણ તેમજ તમામ વિદ્યાર્થીઓએ આરતીનો લ્હાવો લઇ મા ના આશિર્વાદ મેળવ્યા હતા અને વિદ્યાર્થીઓ ડી. જે. ના તાલે પોતાની પરંપરાગત વેશભૂષા માં ઝૂમી ઉઠયા હતા. અને છેલ્લે પ્રસાદી તથા નાસ્તો કરી છૂટા પડ્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!