શાપુર ખાતે નેત્રયજ્ઞ નિદાન તેમજ મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

શાપુર ખાતે નેત્રયજ્ઞ નિદાન તેમજ મહિલા જાગૃતિ શિબિર યોજાઈ
વંથલીના શાપુર ખાતે કુંડારીયા ફાઉન્ડેશન તેમજ રણછોડદાસ આશ્રમના સહયોગથી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા દ્વારા શાપુર પટેલ સમાજ ખાતે નેત્રયજ્ઞ નિદાન કેમ્પ, હિમોગ્લોબીન નિદાન તેમજ મહિલા જાગૃતિની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા 196 જેટલાં લોકોએ લાભ લીધો હતો તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગાંઠીલા ઉમિયા મંદિરના પ્રમુખ વાલજીભાઇ ફડદુ, ડો. દિપકભાઈ ભલાણી, મહેન્દ્રભાઈ કાલરીયા, મહિલા અગ્રણી મનીષાબેન ફડદુ તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : રહીમ કારવાત
વથલી