જુનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ કેશોદ ખાતે રજૂઆત કરી

જુનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ કેશોદ ખાતે રજૂઆત કરી
Spread the love

જુનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ કેશોદ ખાતે રજૂઆત કરી

જુનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસીલેટર બહેનોનું શોષણ થતું હોય માનસિક પ્રેસર આપી કામગીરી કરાવવામાં આવતી હોય સાથે નજીવુ વેતન આપી અનેક ગણી કામગીરી કરાવવામાં આવી રહીછે અને જે કામગીરી કરવામા આવેછે એમનુ પુરતું વળતર પણ ચુકવવામાં આવતું ન હોય જે વિવિધ મુદાઓ માંગણીઓ અને રજુઆત બાબતે કેશોદના નગરપાલિકા સંચાલિત બગીચામાં જુનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ ઉપસ્થિત રહી ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ સમક્ષ પોતાના પ્રશ્નો રજુઆતો કરી હતી

કેશોદ ખાતે રજૂઆત કરતા આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ જણાવ્યું હતું કે આશા બહેનોનું માનદ વેતન બાવીસ સો રૂપીયાછે તે વધારીને લઘુતમ વેતન દશ હજાર કરવામા આવે આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની કામગીરીનું પરીપત્ર બહાર પાડી તે મુજબની જ કામગીરી કરાવવામાં આવે કોવીડની દિવસ રાત કામગીરી કરેલ તેનુ યોગ્ય વળતર ચુકવાય કાયમી કર્મચારી જાહેર કરી પેન્સન યોજના ચાલુ કરવામાં આવે સહીતની માગણીઓ સાથે રજુઆત કરવામાં આવી હતી

કેશોદ ખાતે સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ સમક્ષ આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ પોતાના પ્રશ્નો રજુઆતો કરી હતી જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જરૂર જણાયે આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની સાથે રહી આંદોલન કરવાની જરૂર પડશે તો પ્રવિણ રામની ટીમ આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની સાથે રહેશે તેવુ જણાવ્યું હતું

જુનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની વિવિધ માંગણીઓ ટુંક સમયમાં સંતોષાશે કે આંદોલન કરવા મજબુર થવુ પડશે તે આવનારો સમય જ બતાવશે પણ હાલ આશા વર્કર આશા ફેસીલેટર બહેનોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યોછે

રિપોર્ટ : શોભના બાલસ

કેશોદ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!