સુરત માં દિવાળી વેકેશનમાં ફરવા માટે લોકોએ બુકીંગની શરૂઆત કરી…ગોવા અને દક્ષિણના રાજ્યો પહેલી પસંદ

કોરોનાના કેસો ઘટતા હવે ધીરે ધીરેતમામપ્રતિબંધોમાંથી પણ છુટકારો મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે ઘરમાં કેદ થયેલા તેમજ હરવા ફરવા ન જઈ શકનાર શહેરીજનોએ આવર્ષેદિવાળીવેકેશનમાંપરિવારજનો અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું જાણે મન બનાવી લીધું છે. ગત વર્ષે લોન્ગ ટુર ડેસ્ટિનેશન લોકો પસંદ કરતા ન હતા. ફક્ત સાઉથ ગુજરાતના જ ગણ્યા ગાંઠ્યા સ્થળો લોકોના હરવા ફરવા માટેની પસંદગીના લિસ્ટ પર હતા. પણ આ વર્ષે છૂટછાટ મળતા શહેરીજનોએ સૌથી પહેલી પસંગી ગોવા પર ઉતારી છે. અને ત્યારબાદ દક્ષિણના રાજ્યો પર પણ પોતાની પસંદગી ઉતારી રહ્યા છે.દિવાળીના વેકેશનમાં લોકો પોતાના પરિવાર જોડે હરવા ફરવા જતા હોય છે. ગતવર્ષે કોરોના કારણે લોકોએ બહારના રાજ્યોમાં ફરવા જવાનું ટાળ્યુંહતું.મોટાભાગના લોકો પોતાના ફાર્મ હાઉસ અને દક્ષિણના ગુજરાતના સ્થળો પર ફરવા ગયા હતા. જો કે આ વર્ષે કોરોનાના કેસો ઘટી જતાં લોકોએ બહાર ફરવા જવાના સ્થળો પર બુકીંગ કરાવી લીધું છે. જેમાં હાલ ખાસ ગોવા એક હોટ ફેવરિટ સ્થળ છે. ત્યાંની તમામ હોટેલોમાં સુરતીઓએ બુકીંગ કરાવી દીધું છે. ટ્રાવેલ્સ સંચાલક પંકિલ મોદીએ કહ્યું કે ” ગયા વર્ષે લોકોએ ફરવા જવાનું ટાળ્યું હતું. જેના કારણે અમારે પણ કોઈ બિઝનેસ થયો નહોતો. જોકે આ વર્ષે સારું એવું બુકિંગ અમને મળ્યું છે. મોટાભાગે લોકો ગોવા તો જાય છે, પરંતુ ગોવા સિવાય દક્ષિણના રાજ્યોમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેમાં કોડાઇકેનાલ, તિરૂપતિ, ઉટી, મસૂરી જેવા રમણીય સ્થળોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં આ વર્ષે વરસાદના કારણે જે ઘટનાઓ બને છે તેના કારણે લોકો હાલ ત્યાં જવાનું ટાળી રહ્યાં છે.બીજી તરફ ગોવા જનારી તમામ ત્રણ સ્પેશ્યલ ટ્રેન બુક થઇ ગઈ છે. અને તેમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરતીઓનો ધસારો ગોવામાં વધારે રહેતા ત્યાંની હોટેલો પણ બુક થઇ ગઈ છે. તેમજ ગોવા જતી ફ્લાઇટના ભાડું પણ 12 હજાર સુધી થઇ ગયું છે. ગોવા બાદ સુરતીઓ ફરવા માટે માઉન્ટ આબુ, મનાલી, રાજસ્થાન, વગેરે સ્થળ પસંદ કરી રહ્યા છે.
રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત