સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૧૬ અને ૧૭ ડિસેમ્બરે ઇડરીયા ગઢ ખાતે આરોહણ-અવરોહણ જુનિયર સ્પર્ધા યોજાશે

સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૧૬ અને ૧૭ ડિસેમ્બરે ઇડરીયા ગઢ ખાતે આરોહણ-અવરોહણ જુનિયર સ્પર્ધા યોજાશે
જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં સ્પર્ધાના આયોજન અંગે બેઠક યોજાઇ: વિવિધ સમિતિઓની રચના કરાઇ
એક થી દશ ક્રમે પસંદગી પામેલા સ્પર્ધકોને રાષ્ટ્રીયકક્ષાની ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મોકલાશે
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત જિલ્લા રમત ગમત કચેરી, સાબરકાંઠા દ્વારા ઐતિહાસિક પર્વત ઇડર ખાતે આગામી તા. ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ જુનિયર ભાઇઓ બહેનો ૧૪ થી ૧૮ વય જૂથના રાજયભરના યુવાનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંગે મંગળવારના રોજ જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી ઇડર, વન સંરક્ષણ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, ચીફ ઓફિસર ઇડર અને અન્ય અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહી સુચારૂ આયોજન અગે ચર્ચા કરાઇ હતી.
બેઠકમાં વ્યાયમ શિક્ષકો, ઇન્સ્ટ્રકટર, ટ્રેનર તેમન રમત ગમત ક્ષેત્રે ઉતાસહી શિક્ષકોની સેવા તથા વિવિધ સમિતિઓ જેવીકે રહેવા-જમવા, ઇડરીયા ગઢ સાફ-સફાઇ, રમત ગમત અધિકારી દ્વારા ચેસ્ટ નંબર આપવાની કામગીરી, વિજેતા નક્કી કરવા, ઇનામ વિતરણ, કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે ફેલગ ઓફ આપ્વાની, નિમત્રણ કાર્ડ, ફોમ વિતરણ, જિલ્લા માહિતી અધિકારીના સંપર્કમાં રહી પ્રચાર-પ્રસાર તથા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સ્પર્ધકનું તબીબી પરીક્ષણ કરી પ્રમાણપત્ર આપવા, એમ્બયુલન્સ, તેમજ વન્ય પ્રણીઓના નિરીક્ષણ અને તકેદારીની કામગીરી કરવી સહિતની બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફોટોગ્રાફી, લાઇટીંગ, સ્થાનિક કક્ષાએ જાહેરનામું તેમજ રેપીડ ટેસ્ટ કરવાની તમામ સુવિધાઓ પુરી પાડવા અંગે ચર્ચા કરાઇ હતી.
સ્પર્ધા રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લા ખાતે યોજાશે. એક સ્પર્ધામાં ભાગ લીધો હશે તેવા સ્પર્ધકો બીજા જિલ્લામાં ભાગ લઇ શકશે નહિ, એક થી દશ ક્રમ મેળવનાર સ્પર્ધકને ગીરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મોકલવમાં આવશે. ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ પોતાના જિલ્લાની રમત ગમત કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી, સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જે જિલ્લામાં ભાગ લેવા ઇચ્છતા હોય તે જિલ્લાના યુવા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહેશે.
ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતા ખેલાડીઓને મહાનુભવોના હસ્તે રોકડ ઇનામ વિતરણ કરવામાં આવશે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૯-૨૦માં ઇડરીયા ગઢ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ૪૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા