જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે ઉપયોગી ખરીફ પાક પાણીપત્રકની ઓનલાઇન કામગીરી પૂર્ણ કરાઇ

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે ઉપયોગી ખરીફ પાક પાણીપત્રકની ઓનલાઇન કામગીરી પૂર્ણ કરાઇ
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે ઉપયોગી ખરીફ પાક પાણીપત્રકની ઓનલાઇન કામગીરી પૂર્ણ કરાઇ

રાજ્યમાં ખરીફ પાક પાણી પત્રકની કામગીરી પૂર્ણ કરનાર જૂનાગઢ જિલ્લો પ્રથમ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ખેડૂતો માટે ઉપયોગી ખરીફ પાક પાણી પત્રકની ડેટા એન્ટ્રી કરી ઓનલાઇન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઓનલાઇન ડેટા એન્ટ્રી થતા ખેડૂતોને પાણી પત્રક મામલતદાર કચેરી ખાતેથી ઇ-ધરા કેન્દ્રમાંથી અને તલાટી પાસેથી ઓનલાઇન મળી શકશે.રાજયમાં જૂનાગઢ જિલ્લાએ ખરીફ પાક પાણી પત્રકની કામગીરી સૌ પ્રથમ પૂર્ણ કરી છે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઝુંબેશ રૂપે ડેટા એન્ટ્રી પૂર્ણ કરવામાં આવી છે. પાણી પત્રકમાં ખરીફ સીઝનમાં કરેલ પાકના વાવેતર સહિતની વિગતો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના ૫૨૧ ગામોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તાલુકાવાર વિગતો જોઇએ તો માણાવદર તાલુકાના ૫૮ ગામ, વંથલીના ૪૭, જૂનાગઢના ૬૧, ભેંસાણના ૪૧, વિસાવદરના ૭૫, કેશોદના ૫૪, માંગરોળના ૬૦, માળિયા હાટીના ૬૮ અને જૂનાગઢ સીટી તાલુકાના ૧૦ ગામ એમ કુલ ૫૨૧ ગામમાં ખરીફ પાક પાણી પત્રકની ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!