કડી બજારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસની ચાર ટીમો લાગી કામે

કડી બજારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસની ચાર ટીમો લાગી કામે
કડી શહેરમાં બુધવાર મધ્યરાત્રી બાદ તસ્કરોએ ગાંધીચોક પોલીસ ચોકી જોડે આવેલ શક્તિ કો.ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ અને હસનૈન નામની જવેલર્સની દુકાનમાંથી ચાંદીના દાગીના ની ચોરી કરી ફરાર થયી ગયા હતા. દુકાનની અંદરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયી ગયા હતા.પોલીસે જુદી જુદી ચાર ટીમો બનાવી ચોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
*દુકાનમાં લાગેલા સીસીટીવી માં કુખ્યાત ઘરફોડ ચોર ટાઇગર ઉર્ફે યાસીન પઠાણ કેદ*
શહેરમાં જૂની મામલતદાર કચેરી પાસે આવેલ જવેલર્સની દુકાનમાં તસ્કરોએ દુકાનના લાકડાના દરવાજાનો નકુચો તોડી અંદરથી ચાંદી ના ઝુડા, સેરો,કડલી અને મંગળસૂત્ર સહિતના ઘરેણાં તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કડી કસ્બા ના સિંધીવાડા માં રહેતો ટાઇગર ઉર્ફે યાસીન કાલેખાન પઠાણ અને તેના સાગરીત કેદ થયી ગયા હતા.ટાઇગર ઉર્ફે યાસીન પઠાણ અગાઉ પણ પાટણ અને મહેસાણા જિલ્લા માં થયેલ ઘરફોડ ચોરીઓમાં અનેક વાર ઝડપાયી ચુક્યો છે.કડી પોલીસે ચાર ટીમો બનાવી ટાઇગર અને તેના બે સાગરીતો ઉપર ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
*ચોરીના ચોવીસ કલાક બાદ ડોગ સ્કવોર્ડ આવતા લોકોમાં તર્ક વિતર્ક
કડી શહેરમાં બુધવારના રોજ શક્તિ કો ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ ના તાળાં તોડવાનો પ્રયાસ તેમજ જવેલર્સ ની દુકાનમાં થયેલ 2 કિલોથી વધારે વજનના ચાંદીના દાગીના ની ચોરી થયી હતી જેમાં સીસીટીવી કેમરામાં તસ્કરો કેદ થયી ગયા હતા.જેની તપાસ માટે ડોગ સ્કવોર્ડ ચોવીસ કલાક બાદ આવતા લોકોમાં અલગ અલગ તર્ક વિતર્ક જોવા મળ્યા હતા.ચોવીસ કલાક બાદ ડોગ સ્કોવર્ડ ઘટના સ્થળે આવતા તસ્કરોનું પગેરું મળી શકવાની શકયતા નહિવત જોવા મળી રહી છે.