હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાની રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી

હિંમતનગર :
સાબરકાંઠા જિલ્લાની રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી.
જનતાને આરોગ્ય ક્ષેત્રે એક અત્યાધુનિક આઇ.સી.યુ. ઓન વ્યિહલની ભેટ
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીને સમયસર સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજમાં રૂ. 30 લાખના ખર્ચે આઇ.સી.યુ. ઓન વ્યિહલ આધુનિક સુવિધા સાથે એમ્બ્યુલેન્સની ખરીદવા માટે જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષ સ્થાને મળેલ રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મળેલ રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તેમજ માનવ જીવન બચાવી શકાય તે માટે વધુમાં વધુ સગવડો મળે તેની કાળજી લેવાના સૂચનો સાથે સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ છે
પરંતુ દર્દીઓને સમયસર હિંમતનગર થી અમદાવાદ સુધી ગંભીરતાના કેસમાં સ્થળાંતર કરવા માટે તમામ સગવડો સાથે આઇ.સી.યુ. વાન ખરીદવા માટે રૂ.૩૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરએ સીવિલ હોસ્પિટલની કામગીરીની સમિક્ષા કરી જરૂરી સલાહ સુચનો કર્યા હતા.
આ બેઠકમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મૂલાણી, રેડ ક્રોસના પ્રતિનિધિ, આર.એમ.ઓ, સભ્ય નરેન્દ્ર પટેલ, સહિત નાં અધિકારી હાજર રહ્યા …
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા