ભાવનગર : અપહરણ, લુંટ તથા દુષ્કર્મ ના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમા ઝડપી પાડતી પોલીસ

ભાવનગર : અપહરણ, લુંટ તથા દુષ્કર્મ ના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમા ઝડપી પાડતી પોલીસ
અપહરણ, લુંટ તથા દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમા ઝડપી પાડતી શિહોર પોલીસ ટીમ તથા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ.
તા.૦૧/૧૧/૨૦૨૧ ના રોજ ભાવનગરની આ કામની ભોગબનનાર ની તેના મિત્રો સાથે શિહોરમા આવેલ ગૌત્મેશ્ર્વર તળાવે ફરવા આવેલ હતા અને ગૌત્મેશ્ર્વર તળાવે ભોગબનનાર તથા તેના મિત્રો બેસેલ હતા તે દરમ્યાન એક ઇસમ ત્યા આવી પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આવી ભોગબનનારના મિત્રોને માર મારી મોબાઇલની લુંટ કરી તથા ભોગબનનારનુ અપહરણ કરી લઇ જઇ ભોગબનનારને માર મારી ભોગબનનાર સાથે દુષ્કર્મ કરી ભોગબનનાર ના રૂ.૨૦૦૦/- ની લુંટ કરી નાસી ગયેલ હોય જેથી ભોગબનનારની ફરીયાદ ધ્યાને લઇ મ્હે.ડી.આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ ની સુચનાથી તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર સાહેબ નાઓએ શિહોર પો.સ્ટે.ની તથા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તુરંત આરોપીને ઝડપી પાડવા માટે જરૂરી સુચનાઓ આપેલ હોય અને મે.ના.પો.અધિ.સાહેબ પાલીતાણા વિભાગ શ્રી આર.ડી.જાડેજા સાહેબ નાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શિહોર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી કે.ડી.ગોહીલ સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ શ્રી વી.વી.ઓડેદરા સાહેબ નાઓના રાહબરી હેઠળ અલગ અલગ ટીમો આરોપીની તપાસમા હતા તે દરમ્યાન બાતમીદાર તેમજ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ મારફતે હકીકત મળેલ કે આ કામનો આરોપી શિહોર તાલુકા પંચાયત પાછળ રહેતી પોતાની બહેનના ઘરે આવે છે તેવી ચોકકસ હકીકત મળતા તુરજ તમામ ટીમોએ આ વિસ્તારને કોર્ડન કરી આરોપી આ વિસ્તારમા ચોરી છુપી રીતે પ્રવેશ કરતા આરોપીને પકડી પાડેલ છે.
આમ મજકુર આરોપી કોઇ અન્ય સ્થળે નાસી જાય તે પહેલા જ શિહોર પો.સ્ટે.ની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાક માજ આરોપીને ઝડપી પાડેલ છે.
રીપોર્ટ સતાર મેતર