મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા 12મીએ ત્રિશુલ દીક્ષાનું આયોજન

મોરબી : મોરબી શહેરમાં વિહિપ અને બજરંગદળ દ્વારા વધુ એક વખત આગામી ૧૨મી ડિસેમ્બરે ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની ટીમ દ્વારા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટીમના માર્ગદર્શન હેઠળ આગામી તા.12 ડિસેમ્બરને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય,વાંકાનેર દરવાજા, મોરબી ખાતે વધુ એક વખત ત્રિશૂલ દીક્ષા મહોત્સવ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત જે ભાઈઓ ત્રિશૂલ દીક્ષા લેવા ઈચ્છતા હોય તેઓએ તા.11/12/2021 સાંજના 5:00 વાગ્યા સુધીમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર કાર્યાલય, વાંકાનેર દરવાજા પાસે નામ નોંધાવી દેવા જણાવાયું છે.
રીપોર્ટ – જનક રાજા, મોરબી