ભાવનગર : ચોરીના આરોપીઓને અદાલતે દસ વર્ષ ની સજા અને દંડ ફટકાર્યો

ભાવનગર , તા . ૧૫
જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ ( ૧ ) મનોજભાઈ ઉર્ફે વિજય બચુભાઈ સાથળીયા જાતે દેવી પૂજક ( ઉ.વ .૨૫ ) રહે . મોરબા , તા . ગારીયાધાર , જી . ભાવનગર ( ૨ ) રાજુભાઈ ધીરૂભાઈ વેગડ જાતે કોળી ( ઉ.વ. ૨૫ ) , રહે . હાદાનગર , શાક માર્કેટ પાસે , ભાવનગર . ( ૩ ) ભરત ઉર્ફે ટકલો ઉર્ફે અશોક સાસાભાઈ સોલંકી જાતે દેવીપુજક , રહે . દેદરડા , તા . પાલીતાણા , જી . ભાવનગર ( ૪ ) મહીપત લક્ષ્મણભાઈ સોલંકી જાતે કોળી ( ઉ.વ. ૩૯ ) રહે . બોરતળાવ , મફતનગર , ખોડીયાર ચોક , કમાભાઈની વાડી ભાવનગર ( ૫ ) વિનુભાઈ દેવજીભાઈ પંચાસરા , જાતે દેવીપુજક કોળી , રહે . સુખનાથ મહાદેવની સામે , ગારીયાધાર , જી . ભાવનગરવાળાઓએ ગઈ તા . ૧૫-૬-૨૦૧૯નાં શરૂ રાત્રીનાં ફરીયાદી મીઠાભાઈ અરજણભાઈ પરમાર ( ઉ.વ. ૬૦ ) , રહે . પ્લોટીંગ વિસ્તાર , ગજાભાઈની વાવડી , તા . સિહોર , જી . ભાવનગરનાં મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ લોખંડનો કબાટ ખોલી તેમાં રહેલ સોના – ચાંદીના દાગીના કિંમત રૂા . ૨,૧૩,૭૦૦ / – તથા રોકડા રૂપિયા ૨૦,૦૦૦ / – તથા સાહેદ નં . ૧૨ વિપુલભાઈ લાલજીભાઈ સરવૈયાનાં ઘરેથી હોન્ડા શાઈન મોટરસાઈકલ જેનાં રજી.નં. GJ 04 – DG – 1760 કિંમત રૂા . ૨૦,૦૦૦ / – મળી કુલ કિંમત રૂા . ૨,૫૩,૭૦૦ / -ની ચોરી કરી લઈ જઈ ચોરી કરેલ મોટરસાઈકલ રાજુલા પાસે બિનવારસી મુકી દીધેલ , જે કબ્જે કરવામાં આવેલ છે તેમજ ચોરી કરેલ મુદ્દામાલ આ કામનાં આરોપી નં . ( ૬ ) રાહુલભાઈ વિજયભાઈ ટુકડીયા , સોની ( ઉ.વ. ૨૭ ) , ધંધો સોનીકામ , રહે . મેઘાણી સર્કલ , સાંઈબાબા મંદિર પાસે , વિરભદ્ર અખાડા સામે , પ્લોટ નં . ૧૦૨૮ / સી , ભાવનગરને વેચાણ અર્થે આપતા આ કામે આરોપી રાહુલભાઈ વિજયભાઈ કુકડીયાએ ચોરીનો મુદ્દામાલ હોવાનું જાણવા છતા વારંવાર ખરીદી કરી વેચાણથી લઈ જે સોના – ચાંદીનાં મુદ્દામાલનાં ઢાળીયા બનાવી નાખેલ . જે સોના ચાંદીના ઢાળીયા રાહુલભાઈ વિજયભાઈ કુકડીયા પાસેથી કબજે કરવામાં આવેલ છે
જે – તે સમયે સિહોર પોલીસ મથકમાં ઉકત આરોપીઓ સામે પોલીસ ક્રીયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ , ૪૧૩ મુજબ ગુનો નોંધેલ હતો . આ અંગેનો કેસ આજરોજ ભાવનગરનાં પ્રિન્સ્પીલ જજ આર.ટી. વછાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો , આધાર પુરાવા , સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીઓ ( ૧ ) મનોજ ( ર ) રાજુભાઈ ( ૩ ) ભરત ( ૪ ) મહીપત ( ૫ ) વિનુભાઈ સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો સાબિત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દરેકને રોકડ રૂા . ૩,૦૦૦ / – દંડ તથા આરોપી સોની ( ૬ ) રાહુલને દસ વર્ષની કેદની સજા અને રોકડ રૂા . ૨૦,૦૦૦ / – દંડ અદાલતે ફટકાર્યો હતો .