રાજ્ય યોગ બોર્ડ આયોજીત ત્રિ-દિવસીય યોગ શિબિરનો ૧૨૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

રાજ્ય યોગ બોર્ડ આયોજીત ત્રિ-દિવસીય યોગ શિબિરનો ૧૨૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો
જૂનાગઢનાં આંગણે રાજ્ય યોગ બોર્ડ આયોજીત ત્રિ-દિવસીય યોગ શિબિરનું સમાપન
૨૦૦૦ થી વધુ લોકો પાન મસાલા ગુટકાના વ્યસનથી મૂકત થવા સંકલ્પબધ્ધ થયા
જૂનાગઢ ; કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રિ-દિવસીય યોગ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો ૧૨૦૦૦ થી વધુ લોકોએ લાભ લઇ યોગાભ્યાસ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં એક લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવાના ઉદેશ્યથી દરેક જિલ્લા સ્તરે મેગા શિબિર યોજાવામાં ભાગરૂપે જૂનાગઢમાં આ યોગ શિબિર યોજાવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના સંચાલન હેઠળ શિયાળાની ગુલાબી ઠંડીમાં તા.૧૭ થી અને ૧૯ ડિસે. એમ ત્રણ દિવસ આયોજીત શિબિરમાં ૨૦૦૦ થી વધુ લોકો પાન મસાલા ગુટકાના વ્યસનથી મૂકત થવા સંકલ્પબધ્ધ થયા હતા.
યોગ ભગાવે રોગ, સફળ, સમૃધ્ધ અને સંતુલન જીવન માટે જીવનમાં યોગનું મહત્વ સમજાવતી આ ત્રિ-દિવસીય શિબિરમાં યોગાભ્યાસ સાથે શિબિરાર્થીઓએ પ્રાણાયામ તેમજ યોગના વિવિધ આસનોનો રસપૂર્વક અભ્યાસ કર્યો હતો.
મેગા યોગ શિબિરને સફળ બનાવવા યોગ બોર્ડના અધિકારી, કર્મચારીઓ સાથે યોગ ટીચર દિલીપભાઇ પરમાર, પ્રતાપભાઇ થાનકી, ચેતનાબેન ગજેરા, દર્શનભાઇ સહિત જૂનાગઢમાં યોગ ટીચરોએ જહેમત ઉઠાવી હતી.