સ્માર્ટ ફોન યોજના અંતર્ગત ખેડૂત આઇ પોર્ટલ પર તારીખ લંબાવાઇ

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત ખેડૂત આઇ પોર્ટલ પર તારીખ લંબાવાઇ
Spread the love

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત ખેડૂત આઇ પોર્ટલ પર તારીખ લંબાવાઇ

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો તા. ૩૧ ડિસેમ્બર  સુધી ઓનલાઇન અરજી કરી શકશે

        જૂનાગઢ : વર્ષ-૨૦૨૧-૨૨માં રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના અંતર્ગત આઇ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજીની તારીખ લંબાવી તા.૨૦ થી ૩૧ ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી.

        સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના હેઠળ ખેડૂતો પાસેથી આઇ ખેડૂત પોર્ટલ માફરત ઓનલાઇન અરજીઓ મેળવવા માટે અગાઉ તા.૨૬/૧૧/૨૧ થી ૧૯/૧૨/૨૦૨૧ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ હતું. જે અંતર્ગત આ યોજના હેઠળ ૧,૦૦,૦૦૦ સ્માર્ટ ફોન માટે સહાય ચૂકવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવેલ છે.

        આ યોજના હેઠળ ખેડૂતો તરફથી વધુમાં વધુ અરજીઓ મળે અને મહત્તમ ખેડૂતોને યોજના હેઠળ લાભ આપી શકાય તે હેતુથી યોજના હેઠળ આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા.૨૦-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ સુધી આઇ ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગે જણાવ્યું છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!