છોટી કાશી હળવદમા બ્રહ્મ ચોર્યાસી ભોજનનુ આયોજન કરાયુ

છોટી કાશી હળવદમા બ્રહ્મ ચોર્યાસી ભોજનનુ આયોજન કરાયુ
છેલ્લા પોણા બે માસમા ત્રણ બ્રહ્મ ચોર્યાસી યોજાય
ભુદેવોની નગરી હળવદના બ્રાહ્મણોની વિદ્દવતાને લઈ હળવદ છોટી કાશી તરીકે સુપ્રસ્સિધ્ધ છે.જયા અવાર-નવાર બ્રાહ્મણો દ્રારા વિવિધ જ્ઞાતી તડના ભોજન તેમજ બ્રહ્મ ચોર્યાસી ભોજનનુ આયોજન થતુ રેહતુ હોય છે.ત્યારે,અન્ય જ્ઞાતી-સંખપ્રદાયો પર હળવદના બ્રાહ્મણોને ચોર્યાસી ભોજન કરાવાનુ અનેરૂ મહત્વ રહયુ છે.જેના અનુસંધાને છેલ્લા પોણા બે મહીનામા અત્રે ત્રણ બ્રહ્મ ચોર્યાસી ભોજન થઈ ચુકયુ છે.જેમા છેલ્લા પોણા બે મહીનામા થયેલ ચોર્યાસી તા.૨૭/૧૦ના રોજ યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીના જજમાન તરીકે હાથીજણ(અમદાવાદ) સ્થીત મેલડી માઁના મંદિરના જય માડીથી પ્રસ્સિધ જીજ્ઞેશભાઈ ઠકકર,બીજી ચોર્યાસી ગત ગુરૂવારે હળવદ સ્થીત લાલજીભાઈ કાનજીભાઈ દલવાડી પરીવારના દ્રારા યોજાયેલ હતી.જયારે,આજ રવિવારના રોજ ઉંઝા પંચવટી સ્થીત શ્રી સ્વામીનારાયણ મંદીરના સાંખ્ય યોગી બેહનો પૂ.હંસાબા,વનિતાબા સહીતના તમામ સાંખ્ય યોગી બેહનોના શુભ સંકલ્પ થકી હળવદ સ્વામિનારાયણ મંદીર(જુનુ,ટાવર વાળુ)ના પૂ.ભકતિનંદન સ્વામીના માર્ગદર્શન તળે યોજાયેલ હતી.જેમા શ્રી લક્ષ્મીનારાયણ મંદીરના મહંત દીપકદાસજી મહારાજ સહીતના સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થીતીમા આશરે બે હજાર જેટલા બ્રાહ્મણ,સાધુ તેમજ સોમપુરા પરીવારો એ સહ પરીવાર પંગતમા બેસી બ્રહ્મ ચોર્યાશી ભોજનનો પ્રસાદ લીધો હતો.જેને સફળ બનાવવા બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ સર્વે શ્રી જીજ્ઞાશુ પંચોલી,ગીરીશ જોશી,જીજ્ઞેશ રાવલ,જીગર મેહતા,ધ્રુવ દવે,પી.ડી.મેહતા,રવિન્દ્ર આચાર્ય,મૌલીક રાવલ,ચિંતન આચાર્ય તેમજ સમાજના સર્વે યુવાનો એ સુંદર આયોજન કરી વ્યવસ્થા જાળવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ