ગરૂડેશ્વરના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ગરૂડેશ્વરના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
Spread the love

ગરૂડેશ્વરના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

રાજપીપલા : ચૂંટણી ટાણે ગરૂડેશ્વર તાલુકા ના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયોછે. જે અંગેની ફરિયાદ ફરીયાદી
અહેકો વિજયભાઇ ગુલાબસિંગ એલ.સી.બી. નર્મદાએ પાંચ આરોપીઓ ન(૧) વિક્રમભાઇ હાંદીયાભાઇ વસાવા (ઉ.વ ૩૩ રહે,ડેડવાણી ફળિયુ ઝરવાણી) ત (૨) શૈલેષભાઇ ગોવિંદભાઇ વસાવા (ઉ.વ ૨૧ રહે, ડેડવાણી ફળિયુ
ઝરવાણી તા. ગરુડેશ્વર) (૩) કમલેશભાઇ ઉબડીયાભાઇ વસાવા( ઉ.વ. ૨૭
રહે,ભાંગડા ફળિયુ ઝરવાણી તા. ગરુડેશ્વર જી. નર્મદા )(૪) દિનેશભાઇ મુળજીભાઇ
વસાવા (રહે,કસાડ ફળિયુ ઝરવાણી તા. ગરુડેશ્વર જી.નર્મદા) (૫) દેવજીભાઇ રોતાભાઇ વસાવા (રહે કુકડીપાદર તા. અક્લકુવા જી નંદુરબાર (મહારાષ્ટ્) સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત અનુસાર આરોપી (૧) વિક્રમભાઇ હાંદીયાભાઇ વસાવા (૨) શૈલેષભાઇ ગોવિંદભાઇ
વસાવા (૩) કમલેશભાઇ ઉબડીયાભાઇ વસાવા (૪) દિનેશભાઇ મુળજીભાઇ વસાવા તમામ રહે ઝરવાણી તા.ગરુડેશ્વર જી.નર્મદા
તથા (૫) દેવજીભાઇ રોતાભાઇ વસાવા રહે,કુકડીપાદર તા અક્લકુવા જી નંદુરબાર (મહારાષ્ટ્રા) એ પોતાના અંગ
કબજામાની બે અલગ અલગ મો.સા. નંબર નં GJ22M9249 તથા GJ224403 કિ.રૂ. ૫૫,000/- ઉપર ગે.કા.વગર પાસ પરમીટનો
ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ પ્લાસ્ટીકના સીલબંધ ક્વાટર નંગ-૩૩૦ કિ.રૂ.૩૩,000/- તથા એક મોબાઇલ કિ.રૂ. 3000/-
નો મળી કુલ પ્રોહિ મુદામાલ કિ.રૂ. ૯૧,000/- નો વેચાણ કરવાના ઇરાદે દેવજીભાઇ રોતાભાઇ વસાવા (રહે,કુકડીપાદર તા.
અક્લકુવા જી નંદુરબાર (મહારાષ્ટ્રા) પાસેથી લાવી રેઇડ દરમ્યાન 3આરોપીઓ પકડાઇ જઇ તથા અન્ય એક આરોપી નાસી જઇ એક બીજાની મદદગારી કરી ગુનોકરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!