સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણ મા 10આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

ડેડીયાપાડા ના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણ મા 10આરોપીઓ સામે પોલીસ ફરિયાદ
બીટીપી આગેવાન ચૈતર વસાવા સરપંચની ચૂંટણી મારાજકીય અદાવતે સળગતુ લાકડુ માર્યું
દોઢ તોલા સોનાni ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટની પણ ફરિયાદ
રાજપીપલા : ડેડીયાપાડા તાલુકા ના બોગજ ગામે સરપંચની ચૂંટણી ટાણે
સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણમા 10આરોપીઓ સામેડેડીયાપાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં બીટીપી આગેવાન ચૈતર વસાવા સરપંચની ચૂંટણી મારાજકીય અદાવતે સળગતુ લાકડુ મારી હુમલો કરવા ઉપરાંત દોઢ તોલા સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટની પણ ફરિયાદપણ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી સતીષભાઇ કુવરજીભાઇ વસાવા (ઉ.વ.૩૮ ધંધો ખેત રહે.બોગજ(કોલીવાડા) તા.દેડીયાપાડા જી.નર્મદા)એ આરોપીઓ (૧)ચૈતરભાઇ દામજીભાઇ વસાવા (૨) શાંતીલાલભાઇ દામજીભાઇ વસાવા (૩) સંજયભાઇ રૂબજીભાઇ વસાવા(૪) જીતેંદ્રભાઇ નાથાલાલ વસાવા (૫) મુકેશભાઇ છત્રસીગભાઇ વસાવા (૬) ઇશ્વરભાઇ મુળજીભાઇ વસાવા
(૭) વિજયભાઇ ચુનીલાલ વસાવા (૮) ગણેશભાઇ રાવલજીભાઇ વસાવા (૯) રતીલાલ મંગાભાઇ વસાવા
(૧૦) જયરામભાઇ ગોવિંદભાઇ વસાવા (તમામ રહે.બોગજ (કોલીવાડા) તા.ડેડીયાપાડા જી.નર્મદા )સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદ ની વિગત અનુસાર તમારો ઉમેદવાર કેવા જીતો છો તે અમે જોઇ લઇશુ તેવી બુમો કીકયારીઓ કરતાફરીયાદી તથા સાહેદો ફરીયાદીના ઘરના આગણામા તાપણું કરી બેઠેલ હતા ત્યારેઆરોપી બીટીપી ના આગેવાનચૈતરભાઇ દામજીભાઇ વસાવા
સાથે માણસોનુ ટોળુ બુમો પાડતા ગાળો બોલતા ફરીયાદી તથા સાહેદો પાસે આવેલ હતા. અને કહેતા હતા કે આ વખતે સરપંચની ચુંટણીમાં
અમે અમારો ઉમેદરવાર ઉભો રાખેલ છે.અને તમે અને તમારો ઉમેદવાર કેવા જીવો છો તે અમે જોઇ લઇશુ.તેવી બુમો કીકયારીઓ કરતા હતા અને આરોપી ચૈતરભાઇએ
ફરીયાદીના માથાના વાળ પકડી જમીન ઉપર પાડી દઇ ઢીકા પાટુનો માર મારી સળગતા તાપણામાથી પ્રાણ ઘાતક સળગતુ લાકડુ લઈ
ફરીયાદીના નાક ઉપર અને ડાબા હાથના બાવડાના ભાગે મારી ચહેરાના ભાગે મહા વ્યથા કરી અને સહ આરોપીઓ ફરીયાદી ઉપર તુટી પડેલા.અને ફરીયાદીને
ગળદાપાટુનો માર મારવા લાગેલા અને આરોપી ચૈતરભાઇએ ફરીયાદીના ખીસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો ભુરા કલરનો કી પેડ વાળો મોબાઇલ કી.રૂ.૧૫૦૦/-
નો કાઢી લીધેલ. તેમજ ફરીયાદીના ગળામાની સોનાની ચેઇન આશરે દોઢતોલા ની કી.રૂ.૬૦,૦૦૦/-ની તોડી લુટ કરી કુલ મુદામાલ કી.રૂ.61,500/-લુટ કરેલ
અને ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ ભેગા થઈ ગળદા પાટુનો માર મારેલ અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ રાજપીપલા