ઝઘડીયા ના દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

ઝઘડીયા ના દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
ઝઘડિયાના દશા શ્રીમાળી વણિક પંચ સમાજ દ્વારા ગતરોજ સમસ્ત જ્ઞાતિ જનની સુખ સંપતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તેવા આશયથી નવચંડી યજ્ઞ નો આયોજન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું. દશા શ્રીમાળી વણિક પંચની વાડી શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે નવચંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વણિક સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. નવચંડી યજ્ઞમાં ૧૬ જેટલા યુગલોએ ભાગ લીધો હતો. ઝઘડિયાના વાસુદેવ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સહિત યજમાનો પાસે યજ્ઞમાં આહુતિઓ અપાવી હતી. નવચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે દશા શ્રીમાળી વણિક પંચના સમાજના અમદાવાદ વડોદરા ભરૂચ સુરત વાપી વલસાડ તેમજ મુંબઈ સ્થિત પરિવારજનો ઝઘડિયા ખાતે નવચંડી યજ્ઞ નો લાભ લેવા ઉમટી પડ્યા હતા.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા