ડભોઇ શહેર તાલુકા માં ઠંડી નું મોજું ફરી વળ્યું શહેરીજનો તાપણા કરવા મજબુર

ડભોઇ શહેર તાલુકા માં ઠંડી નું મોજું ફરી વળ્યું શહેરીજનો તાપણા કરવા મજબુર
Spread the love

ડભોઇ શહેર તાલુકા માં ઠંડી નું મોજું ફરી વળ્યું શહેરીજનો તાપણા કરવા મજબુર

હવામાનમાં એકાએક પલટો આવતાં કાતીલ ઠંડી નું મોજું ફરી વળ્યુ છે.લોકો ઠંડી થી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોમાં જેકેટ ,સ્વેટર ,ટોપી ,મોજા,મફલર વગેરેની ખરીદી કરવા નજરે ચડતા હતા.ડભોઇમાં શિયાળાના આગમન સાથે વાતાવરણમાં પલટો આવતા ઉત્તર ભારત માં બર્ફીલા વરસાદ ના કારણે પવન સાથે ઠંડી નીકળતા વાતાવરણ ઠંડું થતાં વહેલી સવારે શાળાઓમાં જતા બાળકો ગરમ વસ્ત્રો પરિધાન કરી શાળામાં જતા માલુમ પડ્યા હતા.ડભોઇના બજારમાં વિવિધ વેરાઈટી ગરમ કપડા ના વસ્ત્રો નું વેચાણ માં વધારો પણ થવા પામ્યો છે.
ચાલુ સાલે ગરમ કપડામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે ૧૫થી ૨૦ ટકા વધુ ભાવ થવા છતાં લોકો ગરમ કપડાં ખરીદ કરી રહ્યા છે.આ સાથે જ વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે વાતાવરણ ખૂબ જ અહલાદક થઈ જાય છે.વહેલી સવારે વોક કરવા નીકળતા સિનિયર સીટીઝન તેમજ જ જિમ માં જતા યુવાઓ શિયાળા ની મોસમ ની મજા માણી રહ્યા છે.આ સાથે જ ગરીબ વર્ગ ને શિયાળા ની ઋતુ માં પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.ગરમ વસ્ત્રો તેમજ ધાબળા ના અભાવે તીવ્ર ઠંડી માં તેઓને આખી રાત વિતાવવી મુશ્કેલ બની જાય છે.ગરીબ વર્ગની હાલત ઠંડીમાં કફોડી બની છે જેથી પરિસ્થિતિ ની માંગ છે કે સામાજિક સંસ્થા ઓ તેમજ દાનવીરો ઠંડી માં ઠુઠવતા ગરીબોને રાત્રે ધાબળા ઓઢાવી ઠંડી સામે રક્ષણ આપે.

રીપોર્ટ- ચિરાગ (રાજુ ઘેટી)

IMG_20211220_153319.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!