કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારી ની પ્રવાસી સાથે છેતરપિંડી

કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારી ની પ્રવાસી સાથે છેતરપિંડી
SOU ની ટીકીટ કોઇ અન્ય ખાનગી વ્યકતી પાસેથી એક વાર સ્કેન થઈ ચુકેલી ટીકીટ પ્રવાસીને 900/-રૂ. મા પધરાવી દીધી.
રાજપીપલા : કેવડિયાખાતે આવેલ શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીએ પ્રવાસી સાથે છેતરપિંડીકર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
જેમાં SOU ની ટીકીટ કોઇ અન્ય ખાનગી વ્યકતી પાસેથી એક વાર સ્કેન થઈ ચુકેલી ટીકીટ પ્રવાસીને 900/-રૂ. મા પધરાવી દેતા ભાંડો ફૂટ્યો હતો. કેવડિયા પોલીસ મથકે આ કર્મચારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરીયાદી આ.પો.કો.શાંતીલાલ માવજીભાઈ soUADTGA કેવડીયા તા.ગરૂડેશ્વર એ
આરોપીજયેશભાઈ કાંતીલાલ પાટણવાડીયા (રહે SBB (શ્રેષ્ઠ ભારત ભવન) કેવડીયા કોલોનીસામે ફરિયાદ નોંધી છે
ફરિયાદની વિગત અનુસાર આરોપીએ SBB (શ્રેષ્ઠ ભારત ભવન ) ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતાકર્મચારી હોઈ તેઓએ soU ખાતે મુલાકાતે આવેલ પ્રવાસી પ્રમોદભાઈ માળીને SOU ની ટીકીટ કોઇ અન્ય ખાનગી વ્યકતી પાસેથી એક વાર સ્કેન થઈ ચુકેલી ટીકીટ જે એકની કીમત રૂ ૧૫૦/- ના દરની કુલ ૬ ટીકીટ ની કીમત
રૂ.૯૦૦/- માં વેચી દઈ પ્રવાસી સાથે ફરજ દરમ્યાન વિશ્વાસ ઘાત કરી છેતરપીંડી કરી ગુનોકર્યો હતો.આ અંગે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા